મુંબઈઃ આયુષ્માન ખુરાના બીબાઢાળ જીવન નથી જીવતાં તેઓ તેમના કિરદારોને ઘરની બહાર જ છોડીને પ્રવેશે છે.
બોલીવૂડના અભિનેતા આયુષ્માન ખુરાનાએ આઈએએનએસ સાથે દિલફેંક વાત કરી હતી. તેમણે અંગત જીવનના પડદાઓ ઉઘાડ્યા હતાં. તેમણે કહ્યુ હતું કે, 'હું એક જ પ્રકારનું જીવન જીવતો નથી. હું સરળતાથી મૂડ ચેન્જ કરી શકું છું. મારી જાતને કોઈપણ તણાવમાં નાંખ્યા વિના હું નવું નવું જાણું છુ. હું હંમેશા મારા કામને ઘરમાં લઈ જતો નથી.'
તેમણે પોતાના વિશે રસપ્રદ વાત કરતાં જણાવ્યું હતું કે, "એક વ્યકિત તરીકે હું મારી જાતના વધું ઘડતર કરવા, જીવનમાં આગળ વધવા, નવી વસ્તુઓ વિશે જાણવા, નવું શિખવું જોઈએ એવું અનુભવું છે. 'અંધાધુન' ફિલ્મ માટે મને પિયાનો વગાડવાનો મોકો મળ્યો. 'આર્ટિકલ 15' થકી મને ભારતમાં જાતિ વ્યવસ્થા વિશે જાણવા મળ્યું. 'ગુલાબો સિતાબો' દ્વારા મને અમિતાભ બચ્ચન સર અને શુજીત સરકાર સાથે ઘણું શિખવા મળ્યુ"
આયુષ્માનને બોલીવુડના હિટ મશીન કહેવાય છે.પરંતુ તેઓ આંકાક્ષાઓ, અપેક્ષાઓના દબાણથી દુર રહે છે.
નાના પડદાથી પોતાની કારકીર્દીની શરુઆત કરનાર આયુષ્માને કહ્યુ હતું કે," દબાણ હંમેશા રહે છે. પરંતુ એની સાથે હું અસલી મિજાજનો પણ આનંદ મેળવું છે. જરુર વગરનું તણાવ લેવું મને પસંદ નથી. દરેક ફિલ્મની સાથે મને મારી જાતને બદલવાની જરુર નથી"