મુંબઈ: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરનાને યુનિસેફ ઈન્ડિયા દ્વારા એક સેલિબ્રિટી એડવોકેટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જે બાળકો સામેની હિંસાને સમાપ્ત કરવા માટે કામ કરશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આયુષ્માન #ForEveryChild ના અધિકારો માટે પ્રચાર કરશે. તેમનું કહેવું છે કે, તે તમામ બાળકોની ચિંતા કરે છે જેમને ક્યારેય સુરક્ષિત બાળપણનો અનુભવ નથી મળ્યો. “હું સેલિબ્રિટી વકીલ તરીકે યુનિસેફ સાથે ભાગીદારી કરીને ખૂબ જ ખુશ છું. હું માનું છું કે દરેક વ્યક્તિ જીવનની શ્રેષ્ઠ શરૂઆતનો હકદાર છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આયુષ્માને કહ્યું, "જ્યારે હું મારા બાળકોને તેમના ઘરની સલામતી અને ખુશીઓમાં જોઉં છું, ત્યારે હું તે દરેક બાળકો વિશે વિચારું છું કે જેઓ ક્યારેય સુરક્ષિત બાળપણનો અનુભવ નથી કરી શકતા અને ઘર કે બહાર હિંસાનો ભોગ બન્યા છે." સૌથી વધુ સંવેદનશીલ બાળકોના અધિકારોનું સમર્થન કરવું, જેથી તેઓ હિંસા મુક્ત, ખુશ, સ્વસ્થ અને શિક્ષિત નાગરિક બને.