નવી દિલ્હી: અભિનેત્રી કેટરિના કૈફ ગિટાર વગાડવાનો પ્રયાસ કરી રહી છે. ઘણી હસ્તીઓ કોરોના વાઈરસ ફાટી નીકળવાની વચ્ચે ઘરે જ રહી છે. કોરોનાને લઇ સમગ્ર બૉલિવૂડમાં અસર જોવા મળી રહી છે. ત્યારે ટીવી શોથી લઇ ફિલ્મોનું શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું છે. તેમજ જીમ અને હેલ્થ કલબ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એવામાં સેલિબ્રિટી પણ ઘરે રહીને પોતાનો ટાઇમ વ્યતિત કરી રહ્યાં છે. જેમાં કેટરિના કૈફ પણ પોતાના ટાઇમનો ભરપુર ફાયદો લઇ રહી છે.
કેટરિના કૈફ થોડા દિવસ પહેલાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, કેવી રીતે લોકો ઘરે રહીને ફીટ રહી શકે છે. તેમજ દિવસમાં 20 મિનિટનો સમય આપીને ફીટ રહી શકાય છે. જે બાદ તેણે એક નવો વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેના પ્રશંસકોને એક સંકેત આપ્યો છે કે, તે નવરાશના સમયમાં સંગીત શીખી રહી છે.
કેટરીનાએ શેર કરેલો વીડિયો મ્યૂટ છે, જેમાં કોઇ અવાજ નથી. જેમાં જોવા મળી રહ્યું છે કે, તે ગિટાર વગાડવાનો પ્રયત્ન કરી રહી છે. તેમજ કેટરિનાએ કેપ્શનમાં લખ્યું કે, "કાર્ય પ્રગતિ પર છે, અવાજ પણ જલ્દી સાંભળવા મળશે, આશા છે. નિરાશ નથી કરી શકતી, સલામત રહો." વીડિયોના માધ્યમથી કેટરિનાએ જણાવ્યું કે, ઘરે રહીને પણ તે ખૂબ આનંદ માણી રહી છે. તેમજ લોકોને પણ શીખ આપી રહી છે.
કેટરિનાના આ વીડિયોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. થોડાક જ કલાકમાં 13 લાખથી વધારે વખત લોકોએ આ વીડિયોને જોવામાં આવ્યો છે. તેમજ કોમેન્ટમાં પણ લોકોએ પોતાની વાતો કહી છે. કેટરિનાને આવી રીતે ગિટાર વગાડતી જોઇને લોકોએ બહુ જ પ્રશંસા કરી છે.