ફિલ્મ નિર્માતા વિરુદ્ધ નારા લગાવાયા અને પોસ્ટરને નુકસાન પહોચાડવામાં આવ્યું હતુ. પ્રદર્શનકોએ એક બેઠકનું આયોજન કર્યુ હતુ. ફિલ્મની સ્કીનિંગ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે.
સિનેમાઘરોના માલિકે કહ્યુ કે, ફિલ્મના સમગ્ર શો પર રોક લગાડવામાં આવ્યો છે. તેમજ કાનપુરમાં ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે નહી.
તેમણે કહ્યુ કે, ફિલ્મની શરુઆત સમગ્ર શોની સાથે કરવામાં આવી હતી. પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સિનેમા ઘરોમાં ફિલ્મની સ્ક્રીનિંગ ન કરવાનો નિર્ણય લીધો છે.કાનપુર પોલીસે અંનત દેઓએ પોલીસ ઓફિસરોને મલ્ટીપ્લેકસ અને સિનેમા હોલમાં ચુસ્તબંધોબંસત સાથે રહેવા જણાવ્યુ હતુ.
આ ફિલ્મને રિલીઝ ન કરવાનો કાનપુરના સીનેમાઘરોના સંચાલકોએ નિર્ણય લીધો છે.આર્ટિકલ 15 ભારતીય સંવિધાનના અનુચ્છેદ 15 પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક પોલીસ અધિકારીના પાત્રમાં છે. જેમાં સયાની ગુપ્તા , કુમુદ મિશ્રા, ઈશા તલવાર અને મનોજ પાહવા મુખ્ય ભુમિકામાં છે.