મુંબઇ: કોરોના વાઇરસ રોગચાળાને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન થવાના કારણે ભારતના તમામ ફિલ્મ ઉદ્યોગો લગભગ 2 મહિનાથી બંધ રહ્યા છે.
આ લોકડાઉનને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ બદલવી પડી છે, તેથી ઘણી ફિલ્મોની ઑનલાઇન રિલીઝ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ફિલ્મોમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા સ્ટારર સસ્પેન્સ થ્રિલર 'સંદીપ ઔર પિંકી ફરાર'નો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ 20 માર્ચે થિયેટરોમાં જોવા મળવાની હતી, પરંતુ 13 તારીખથી લાગુ થયેલા લોકડાઉનને કારણે તે થઈ શક્યું નહીં.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
રિપોર્ટ્સ અનુસાર નિર્માતાઓ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવાને બદલે સીધા ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારે છે.
આના જવાબમાં ફિલ્મના મુખ્ય સ્ટાર અર્જુન કપૂરે તાજેતરના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું મારી કોઈપણ ફિલ્મના વેચાણ અને ખરીદીમાં સામેલ નથી. મારા પ્રોડ્યુસર આ બાબતમાં વધુ જાગૃત છે. આ કેટલીક ફિલ્મો માટે વાસ્તવિકતા છે, જેણે તે રસ્તો પસંદ કર્યો હોય અને મને તેમાં કંઈપણ ખોટું લાગતું નથી.