મુંબઈ: અભિનેત્રી અનુષ્કા શર્માએ લોકડાઉન વચ્ચે મંગળવારે પોતાનું બાળપણ યાદ કર્યું હતું. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાઈ કરનેશ શર્મા સાથે બાળપણની તસવીર શેર કરી છે જેમાં તેણી તેના ભાઈના ખોળામાં છે અને હસી રહી છે.
તસવીરમાં એવું જોવા મળી રહ્યું છે કે કરનેશે અનુષ્કાને પકડી રાખી છે અને અભિનેત્રી ખૂબ ખુશ છે. અભિનેત્રીનું મનોહર હાસ્ય અને તેના ભાઇની ક્યૂટ એક્શને ચાહકોનું દિલ જીતી લીધું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રીએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી છે. 5 લાખથી વધુ લોકોએ તેને ફક્ત એક કલાકમાં ઇન્સ્ટા પર લાઇક કર્યા હતા.
તેમાં અભિનેત્રી મૌની રોય અને તેનો ભાઈ કરનેશ પણ શામેલ છે.
મૌની રોયે ત્રણ હાર્ટ ઇમોજી તો ભાઈએ લખ્યું, '@anushkasharma એ જ સમય એવો હતો કે જ્યારે હું તારાથી પાતળો દેખાતો હતો.'
ચાહકોએ પણ ભાઈ-બહેનની આ તસવીરની પ્રશંસા કરી અને 'સો ક્યુટ', અને 'સો સ્વીટ' જેવી કમેન્ટથી કમેન્ટ્સ બૉક્સને ભરી દીધું.