મુંબઈઃ ગાઝિયાબાદમાં લોની એસેમ્બલીના ભાજપના ધારાસભ્ય, નંદકિશોર ગુર્જરે બોલિવૂડ અભિનેત્રી અને પાતાલ લોકના નિર્માતા અનુષ્કા શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે, પાતાલ લોકમાં તેમની પરવાનગી વિના તેમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમની સાથે અનિલ અગ્રવાલના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નંદ કિશોરના જણાવ્યા અનુસાર, પાતાલ લોક વેબ સિરીઝમાં વપરાયેલ ફોટો અને અનિલ અગ્રવાલનો ફોટો એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. આ તે સમયનો ફોટો છે, જ્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં એલિવેટેડ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું.