મુંબઈઃ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી જૂની યાદો વાગોળી હતી. જેમાં 2010માં ક્વેન્ટિન ટેરેન્ટિનો સાથે મુલાકાત કરવાની તક મળી હતી. અનુરાગે ઈન્સ્ટાગ્રામ પર વેનિસ બિએન્નાલે દ્વારા આયોજીત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની કેટલીક તસવીરો શેર કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અનુરાગ કશ્યપે વિક્રમાદિત્ય મોટવાની, કલ્કિ કોચલિન, ગુલશન દેવૈયા અને ગુનીત મોંગા સહિત ઘણા ફિલ્મી સિતારા સાથેની તસવીરો શેર કરી છે. આ પોસ્ટ શેર કરતા અનુરાગે કેપ્શનમાં લખ્યું કે, ફિલ્મ ફેસ્ટિવનો સૌથી શ્રેષ્ટ સમય એ હતો, જ્યારે મારા જન્મ દિવસના રોજ ટેરેન્ટિનો સાથે મુલાકાત થઈ, અમે બધાએ તેમની સાથે સમય વિતાવ્યો હતો. તેઓ તે વર્ષે જ્યુરીના હેડ હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કશ્યપે તાજેતરમાં ફિલ્મ બોમ્બે વેલવેટની રણબીર કપૂરની એક તસવીર પણ શેર કરી હતી. જેમાં અનુરાગે કેપ્શનમાં લખ્યું કે, આ અભિનેતા મને ઓરિજિનલ શો-મેન રાજ કપૂરની યાદ અપાવે છે. કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર બોમ્બે વેલવેટ ફિલ્મની એક મોનોક્રોમ તસવીર શેર કરી હતી. જેમાં રણબીર અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે જોવા મળે છે, જેમને તેઓ યુવા ઈફ્તિખાર કહીને બોલાવે છે.