મુંબઇ: પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું કિડનીની બિમારીને કારણે નિધન થયું છે. કિડનીની બિમારીને કારણે 35 વર્ષિય આદિત્ય લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર બાદ બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુંબઈમાં આદિત્યના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને કોરોનાને લગતા નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમની માતાની જેમ આદિત્ય પણ ગાયન અને સંગીત સાથે સંકળાયેલો હતો. તે મ્યુઝિક કમ્પોઝર હતો પણ છેલ્લા ઘણાં વર્ષોથી તે કિડનીની તકલીફને કારણે ખૂબ જ અસ્વસ્થ હતો.
અનુરાધા પૌડવાલના પરિવારની વાત કરીએ તો આદિત્ય સિવાય તેમની એક પુત્રી કવિતા પૌડવાલ છે. અનુરાધા પૌડવાલના પતિ અરુણ પૌડવાલ પણ સંગીતની દુનિયા સાથે સંકળાયેલા હતા. 90ના દાયકામાં માર્ગ અકસ્માતમાં તેનું અવસાન થતાં અનુરાધા પૌડવાલ ગંભીર રીતે તૂટી ગઈ હતી. પછી ફક્ત બાળકોએ જ તેની સંભાળ લીધી. હવે આદિત્ય પૌડવાલના અવસાનથી અનુરાધા પૌડવાલના પરિવારને ન પૂરાય તેવી ખોટ થઈ છે.