મુંબઇ: બચ્ચન પરિવાર બાદ હવે અનુપમ ખેરના પરિવારના લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે સોશીયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને માહિતી આપી હતી કે તેમના માતા, ભાઇ-ભાભી અને ભત્રીજીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ જાહેરાત બાદ તેમના ચાહકો દ્વારા સોશીયલ મીડિયા પર તેમનો પરિવાર ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરતી અનેક પોસ્ટ મૂકવામાં આવી હતી.
સોમવારે અભિનેતાએ અન્ય એક વીડિયો શેર કરી જણાવ્યું હતું કે તેમના માતા દુલારીને કોકિલાબેન હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે તેમનો ભાઇ રાજુ, તેમના ભાભી અને ભત્રીજી વૃંદા હોમ કવોરેન્ટીન છે અને ભત્રીજો પ્રણિત નેગેટિવ છે.
વીડિયોમાં અનુપમે ચાહકોનો તેમના પરિવાર માટે પ્રાર્થના બદલ આભાર માન્યો હતો અને તેમને પણ સોશીયલ ડિસ્ટન્સ અને ઘરમાં રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના ચાહકોનો પ્રેમ તેમની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે.