મુંબઈ: અનુપમ ખેરે તેમના સોશીયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરી તેમના ફેન્સને ખુશખબરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની માતા દુલારી જે કોરોના પોઝિટિવ હતા, તેમણે કોરોનાને માત આપી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરો એ જણાવ્યા મુજબ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને હવે તેમણે તેમના ઘરમાં 8 દિવસ કવોરેન્ટાઈન રહેવું પડશે.
આ સાથે જ અનુપમે તેના ચાહકોને તેમના પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ડોક્ટરો તથા BMC ના અધિકારીઓને રિયલ હીરો કહ્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરો તથા તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. જેમણે હોસ્પિટલમાં તેમની માતાનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું.