મુંબઈઃ ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાને શંકા છે કે, સુશાંત સિંહ રાજપૂતના અકાળ અવસાન પછી જે ચર્ચાઓ થઈ રહી છે તેમાં કેટલાક રાજકીય મુદ્દાઓ પણ ઉમેરવામાં આવ્યા છે. આ નાટક રોજ ચાલે છે અને હું પરેશાન થઈ ગયો છું. સુશાંત અવસાન પછી નેપોટિઝમના મુદ્દાએ જોર પકડ્યું છે.
અભિનેતાના ગયા પછી આક્ષેપ-પ્રતિઆક્ષેપ કેવી રીતે શરૂ થયો તે વિશે બોલતા, અનુભવે આઈએએનએસને કહ્યું, "જે કંઈ પણ થઈ રહ્યું છે તે હાસ્યાસ્પદ છે. હું તે યુવાન છોકરાને શાંતિ આપવા માંગું છું. તે ખરેખર મુશ્કેલીમાં, બેચેનીમાં અને અશાંતિમાં રહ્યા હશે. આપણે તેમને થોડા સમય માટે આરામથી રહેવા દેવું જોઈએ."
તેમણે આગળ કહ્યું કે, "જીવન સમાપ્ત કરવું એ સરળ કાર્ય નથી અને ખાસ કરીને જ્યારે તમે બધુ સારું કરી રહ્યા હોવ ત્યારે. આપણે શાંત રહેવાની જરૂર છે, પરંતુ ઘણી બાબતો એવી છે અને મને શંકા છે કે કેતેમાં કેટલાક રાજકીય મુદ્દાઓ પણ ઉમેરવામાં આવ્યા છે અને તે કોઈ પણ માટે સારું નથી - સુશાંત માટે પણ નહીં." અનુભવ માને છે કે આ સમયે આપણને સુશાંતના પરિવાર પ્રત્યે સંવેદનશીલ રહેવાની જરૂર છે.