મુંબઇઃ કોરોના વાઇરસના પ્રભાવને રોકવા માટે ભારત સરકાર દ્વારા 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ લોકો પોતાના ઘરમાં રહીને અલગ-અલગ કામ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે.
લૉકડાઉનના આ દિવસોમાં બૉલિવૂડ અને ટેલીવિઝન જગતના તમામ સ્ટાર્સે પણ સોશિયલ મીડિયામાં કેટલાય કામો શેર કરી રહ્યા છે. જેમાં વધુ એક સ્ટારનું નામ જોડાઇ ગયું છે, જે છે અંકિતા લોખંડે...
અંકિતાએ બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક મઝેદાર વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાના ભાઇ આદિત્ય સાહૂના વાળ કાપતી જોવા મળી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ વીડિયોમાં આદિત્ય ભલે પોતાના વાળને અંકિતા પાસે કપાવા ના પાડી રહ્યા હોય, પરંતુ અંકિતાએ અંતમાં તેને મનાવી લીધા હતા.
અંકિતાએ પોતાની આ પોસ્ટના કૈપ્શનમાં લખ્યું છે કે, 'નવા વ્યવસાયમાં કિસ્મત અજમાવી રહી છું. ક્વોરન્ટાઇનના દિવસોમાં આ મારું કામ છે. આ નાના ભાઇની રક્ષા કરવી મોટી બહેનની હંમેશા ફરજ હોય છે. આશા કરું છું કે, તને મારી આ સેવા અને આ નવા હેરકટ પસંદ આવશે. આ તમારા બધા માટે એક ચેલેન્જ છે. પોતાના ભાઇ-બહેન, માતા-પિતા અથવા કોઇ પણ સભ્ય સાથે આ કામ કરો અને મને ટેગ કરો. વચન આપું છું કે, હું તમારી સ્ટોરીને મારા પેજ પર પોસ્ટ કરીશે. મજા કરો અને હાં, આ જલ્દી કરો, હું રાહ જોઇ રહી છું. આ કામ તમારા બધા માટે...'
અંકિતા દ્વારા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 27,049થી વધુ વ્યુઝ મળ્યા છે.