શ્રીરામ રાઘમનની થ્રિલર ફિલ્મ 'અંધાધુન' આ ફિલ્મ માટે આયુષ્માનને બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ હવે જાપાનમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
આ ફિલ્મ ઘણા દેશોમાં રિલીઝ કરવામાં આવી છે. જેમ કે, ચીન, કોરીયા, રૂસ, અને કઝાકિસ્તાન ત્યાં આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં રાધિકા આપ્ટે અને તબ્બુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી. બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી હતી.
આ ઉપરાંત આ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે.
'અંધાધુન'ની રિલીઝને લઇને ઈરોસ ઇન્ટરનેશનલના બિઝનેસ ડેવલપમેન્ટ પ્રેસિડેન્ટ કુમાર આહુજાએ કહ્યું કે, "અમે મનોરંજનનો વારસો જાપાન લઈ જઈશું. અને આશા રાખીએ કે, જાપાનના દર્શકો ફિલ્મની ખૂબ પ્રશંસા કરે "