મુંબઇ: અભિનેત્રી એમી જેક્સને એક ક્યૂટ નવી પોસ્ટ શેર કરી છે, જેમાં તે આઠ મહિનાના પુત્ર એન્ડ્રીઝની સાથે એકસસાઇઝ કરતી જોવા મળી રહી છે.
એમીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે પુત્ર એન્ડ્રીઝને પકડીને કસરત કરતી જોવા મળી રહી છે.
એક વીડિયોમાં તેને લખ્યું, 'જીમ / ક્રેશ.'
એમી અને તેના મંગેતર જ્યોર્જ પનાયીઓટુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં માતાપિતા બન્યા હતા.
એમીએ 2010માં તમિલ ફિલ્મ 'મદ્રાસપટ્ટનમ'થી ડેબ્યુ કર્યો હતો અને તે ઘણી તેલુગુ, તમિલ, હિન્દી અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી છે.
તેની છેલ્લી મોટી રિલીઝ 2018માં આવેલી રજનીકાંત અભિનીત ફિલ્મ '2.0' હતી, જે તમિલ, હિન્દી અને તેલુગુ સંસ્કરણોમાં રીલિઝ થઈ હતી.