ETV Bharat / sitara

અમિતાભ બચ્ચનની પૌત્રીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાનને માનસિકતા બદલવા આપી સલાહ - મુખ્યપ્રધાન

ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત ફરી એક વાર પોતાના નિવેદનથી વિવાદમાં ફસાયા છે. મુખ્યપ્રધાનના નિવેદનની સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે. મુખ્યપ્રધાનની ખુરશી સંભાળ્યા પછી મહિલાઓની ફાટેલી જિન્સ અંગે તેમણે નિવેદન આપ્યું હતું. હવે તેમની સામે બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા આવી છે. નવ્યાએ મુખ્યપ્રધાનના આ નિવેદનને તદ્દન ખોટું ગણાવ્યું હતું.

અમિતાભ બચ્ચનની પૌત્રીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાનને માનસિકતા બદલવા આપી સલાહ

author img

By

Published : Mar 18, 2021, 12:12 PM IST

  • ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત ફરી વિવાદમાં
  • મહિલાઓની ફાટેલી જિન્સ અંગે તીરથસિંહે કરી હતી ટિપ્પણી
  • નવ્યાએ મુખ્યપ્રધાનને માનસિકતા બદલવાની સલાહ આપી
  • અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ આપી સલાહ

આ પણ વાંચોઃ ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત

દહેરાદૂનઃ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત સત્તા સંભાળતા જ બેફામ નિવેદનો કરી રહ્યા છે. હાલમાં જ રાજધાની દહેરાદૂનમાં બાળ અધિકાર સંરક્ષણ પંચ તરફથી આયોજિત રાષ્ટ્રીય સ્તરીય કાર્યશાળામાં તેઓ આવ્યા હતા. અહીં મુખ્યપ્રધાને મહિલાઓની ફાટેલી જિન્સ અંગે નિવેદન આપ્યું હતું. બસ આના પછી તો તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયું હતું. ત્યાર પછીથી મુખ્યપ્રધાનની ચારે તરફ ટીકા થઈ રહી છે. મહત્ત્વની વાત તો એ છે કે, અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ હવે મુખ્યપ્રધાનના નિવેદનની ટીકા કરી છે. નવ્યાએ મુખ્યપ્રધાનને માનસિકતા બદલવાની સલાહ આપી.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચની પૌત્રી નવ્યાએ ગ્રેજ્યુએશન કર્યું પૂર્ણ, અભિનેતાએ વીડિયો કર્યો શેર

હું તો ફાટેલી જિન્સ ખૂબ જ ગર્વથી પહેરીશઃ નવ્યા નવેલી નંદા

નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સમયે તીરથસિંહ રાવતને લખ્યું હતું કે, અમારા કપડાઓ અંગે નિવેદન આપવાની જગ્યાએ તમે તમારી માનસિકતા બદલો. હું તો ફાટેલી જિન્સ પહેરીશ અને ગર્વથી પહેરીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.