મુંબઇઃ સુપરસ્ટાર અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નવો વીડિયો શેર કર્યો છે, જેમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લોકોને કોરોના સર્વાઇવર્સને મેન્ટલ સપોર્ટ આપવાની અપીલ કરી રહ્યા છે.
અજય દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેયર કરેલા વીડિયોમાં કોરોનાની સારવાર કરીને ઘરે પરત ફરેલા લોકો વિશે બિગ બી કહે છે કે, કોરોના આપણા પર બે રીતે હુમલો કરે છે, એક શારીરિક અને બીજો માનસિક. માનસિક હુમલામાં શંકા પેદા કરે છે. મનમાં ક્યાંકને ક્યાંક એક શંકા હોય છે. ત્યાં સુધી કે, આપણે તે વ્યક્તિથી પણ ડરવા લાગીએ છીએ જે હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'ડૉન' સ્ટારે પોતાની વાત રાખતા કહ્યું કે, તે વ્યક્તિ જેને ડૉકટરોએ તાલી પાડીને મોકલ્યો, જોયું હશે તમે ટીવીમાં કે હોસ્પિટલમાંથી સારવાર લઇને પરત ફરતા લોકો પર ફુલોની વર્ષા કરવામાં આવે છે. શારીરિક લડાઇ માટે તો દુનિયાભરના જાણકાર પ્રયત્ન કરતા રહે છે, પરંતુ માનસિક લડાઇ પણ આપણે જીતવી પડશે. જો આપણે હારી ગયા તો કોરોના જીતી જશે અને તે આપણે ક્યારેય ઇચ્છચતા નથી.
આ વીડિયોને શેર કરતાં અજયે કેપ્શનમાં લખ્યું છે, 'કોરોના બચેલા લોકો #કોવિડ-19ને માત આપીને ઘરે પરત ફરી રહ્યા છે. તેમની હિંમતની પ્રશંસા કરો અને તેમના પરિવારોને સમર્થન આપો.. સકારાત્મક બનો અને #BrackDustigma.. #IndiaFightsKorona @narendramodi @amitabhbachchan. '
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયાના અમુક કલાકમાં જ આ વીડિયો પર 50 હજારથી વધુ વ્યૂઝ હતા અને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.
ફેન્સ અને ફૉલોઅર્સે અજય દેવગન અને અમિતાભ બચ્ચન બંનેના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.