આ વર્ષે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદ સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.
1969માં શરૂ કરવામાં આવેલા દાદા સાહેબ ફાળકે એવોર્ડનું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકેના નામ પર રાખવામાં આવ્યું છે તેમને ભારતના સિનેમાનો જનક કહેવામાં આવે છે. આ પુરસ્કારમાં એક સોનાનું કમળ, એક સાલ અને 10,00,000 લાખ રૂપીયા આપવામાં આવે છે. 2017માં આ એવોર્ડ સ્વર્ગીય અભિનેતા વિનોદ ખન્નાને આપવામાં આવ્યો હતો.