મુંબઈ: શો માં સ્પર્ધક રાનીતા બેનર્જી જ હતી, જેણે તેની પ્રતિભાથી માત્ર પ્રેક્ષકોને જ નહીં, પણ, સારેગામપા લિટલ ચેમ્પ્સના જજ, અલકા યાજ્ઞિકને પણ તેના જીવનની ભાવુક પળો યાદ આવી હતી.
આ માયકોલોજિકલ સ્પેશ્યલ એપિસોડના શૂટિંગ દરમિયાન લિટલ ચેમ્પ રનિતા બેનર્જીએ 'એસા લગતા હૈ' ગીતની મીઠી રજૂઆત કરી હતી. આ યંગ સ્પર્ધકનું ગીત સાંભળીને અલકા યાજ્ઞિક પણ ખૂબ પ્રભાવિત થઈ હતી.
!['સારેગામાપા લિટલ ચેમ્પ્સ' શો પર જજ અલકા યાજ્ઞિકએ તેના ડિપ્રેશન વિશે વાત કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-ent-alka-yagnik-talks-about-her-depression-mhc10001_25072020170122_2507f_1595676682_268.jpeg)
રનિતાના આ પ્રદર્શન પછી તેણે કહ્યું કે, 'તમે મારા કરતા સારા ગાયું છે.' આ પ્રખ્યાત ગાયિકાને તે સમય પણ યાદ હતો જ્યારે, તેણે આ ગીત ગાયું હતું, જે અનુ મલિક દ્વારા રચિત હતું. તેણે કહ્યું કે, તે કેવી રીતે તેના પિતાના મૃત્યુના સદમાથી બહાર આવી અને આ ગીત તેને કેવી રીતે તે દુ:ખદ પરિસ્થિતિમાંથી બહાર લાવ્યું હતું.
પોતાના જીવનની તે ભાવનાત્મક ક્ષણને યાદ કરતાં સારેગામાપા લિટલ ચેમ્પ્સના જજ અલકા યાજ્ઞિકે કહ્યું કે, "જોકે મારી માતા મારા ગુરુ હતા, હું મારા પિતાની ખૂબ નજીક હતી અને જ્યારે મેં તેમને ગુમાવ્યા ત્યારે હું ડિપ્રેશનમાં હતી." મેં ઘરની બહાર જવાનું બંધ પણ કરી દીધું હતું. તે જ સમયે અનુમલિકે મને આ ગીત ઓફર કર્યું હતું. તેમણે મને કહ્યું હતું કે, હું ગાવા માટે તૈયાર નહીં થાય ત્યાં સુધી રાહ જોશે.
!['સારેગામાપા લિટલ ચેમ્પ્સ' શો પર જજ અલકા યાજ્ઞિકએ તેના ડિપ્રેશન વિશે વાત કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-ent-alka-yagnik-talks-about-her-depression-mhc10001_25072020170122_2507f_1595676682_790.jpeg)
તેઓ જાણતા હતા કે, હું કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છું, તેથી તે મને દરરોજ મળતા અને મને રોજ કોલ કરતા હતા. છેવટે, જ્યારે મેં આ ગીત રેકોર્ડ કર્યું, ત્યારે આ થોડા કલાકોમાં હું આ ગીતમાં એટલી ડૂબી ગઇ કે, હું મારા બધા સંજોગો ભૂલી ગઇ હતી. સાચા અર્થમાં સંગીત ઉપચાર છે. "