- 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી
- 6 જાન્યુઆરીના ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે
- ફિલ્મમાં અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે
હૈદરાબાદ: આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi)ની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મ આવતા વર્ષે 6 જાન્યુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભંસાલી (Sanjay Leela Bhansali)એ કર્યું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગૂબાઈ કાઠિયાવાડીના પાત્રમાં જોવા મળશે.
22 વર્ષ બાદ સંજય લીલા ભંસાલી સાથે કામ કરી રહ્યો છે અજય
-
#Xclusiv... THE WAIT IS OVER... SLB ANNOUNCES RELEASE DATE OF 'GANGUBAI KATHIAWADI': 6 JAN 2022... #SanjayLeelaBhansali's #GangubaiKathiawadi - starring #AliaBhatt and #AjayDevgn - to release on 6 Jan 2022... Produced by Sanjay Leela Bhansali and Jayantilal Gada. pic.twitter.com/osJH3Eze3p
— taran adarsh (@taran_adarsh) September 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Xclusiv... THE WAIT IS OVER... SLB ANNOUNCES RELEASE DATE OF 'GANGUBAI KATHIAWADI': 6 JAN 2022... #SanjayLeelaBhansali's #GangubaiKathiawadi - starring #AliaBhatt and #AjayDevgn - to release on 6 Jan 2022... Produced by Sanjay Leela Bhansali and Jayantilal Gada. pic.twitter.com/osJH3Eze3p
— taran adarsh (@taran_adarsh) September 30, 2021#Xclusiv... THE WAIT IS OVER... SLB ANNOUNCES RELEASE DATE OF 'GANGUBAI KATHIAWADI': 6 JAN 2022... #SanjayLeelaBhansali's #GangubaiKathiawadi - starring #AliaBhatt and #AjayDevgn - to release on 6 Jan 2022... Produced by Sanjay Leela Bhansali and Jayantilal Gada. pic.twitter.com/osJH3Eze3p
— taran adarsh (@taran_adarsh) September 30, 2021
ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે સાથે અજય દેવગણ (Ajay Devgn) પણ મુખ્ય ભૂમિકામાં હશે. આ પહેલા અજયે સંજય લીલા ભંસાલીની સુપરહિટ ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' (1999)માં પ્રશંસનીય કામ કર્યું હતું. 22 વર્ષ બાદ એકવાર ફરી અજય અને સંજય એક સાથે કામ કરી રહ્યા છે.
શું છે ફિલ્મની વાર્તા?
આલિયા ભટ્ટ ફિલ્મમાં ગંગુબાઈ કાઠિયાવાડીનું પાત્ર નિભાવતી જોવા મળશે. ફિલ્મની કહાની કમાઠીપુરામાં એક કોઠાની મેડમ ગંગૂબાઈ કોઠેવાલીના જીવન પર બની છે. સાથે જ આ મુંબઈના હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ'ના ચેપ્ટરથી મળતી આવે છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને સંજય લીલા ભંસાલી પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.
આલિયાની અપકમિંગ ફિલ્મો
ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ઉપરાંત આલિયા ભટ્ટ બીજી પણ અનેક ફિલ્મોમાં જોવા મળશે. આમાં અયાન મુખર્જીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' છે, જેમાં તે અભિનેતા રણબીર કપૂર સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
'આરઆરઆર'માં સીતાનું પાત્ર ભજવશે આલિયા
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં હશે. તો ફિલ્મમાં શાહરૂખ ખાન અને સાઉથ એક્ટર નાગાર્જુન પણ જોવા મળશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ સાઉથ ફિલ્મના જાણીતા નિર્દેશક એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'માં સીતાનું પાત્ર ભજવતી જોવા મળશે.
'આરઆરઆર'માં અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં
ફિલ્મ 'આરઆરઆર'માં અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં હશે. ફિલ્મ 'આરઆરઆર'માં જૂનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય પાત્રમાં હશે. આલિયા ખુદ પણ એક ફિલ્મ 'ડાર્લિંગ'ની જાહેરાત કરી ચૂકી છે.
આ પણ વાંચો: Rhea Chakraborty ની બિગ બોસ 15માં એન્ટ્રીની અટકળો, મોટી રકમ ચુકવાશે
આ પણ વાંચો: અભિનેત્રી સૌજન્યા સહિત આ કલાકારો કરી ચૂંક્યા છે આત્મહત્યા, જૂઓ લિસ્ટ..