ભોપાલઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar Upcoming Films) ભોપાલ પહોંચી ગયો છે્. તે 45 દિવસ સુધી ભોપાલમાં તેની આગામી ફિલ્મ 'સેલ્ફી'નું શૂટિંગ (Film Shelfi Shooting) કરશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. આ એક મલયાલમ ફિલ્મ ડ્રાઇવિંગ લાયસન્સનું રિમેક છે. ભોપાલમાં અનેક લોકેશન પર શૂટિંગ કરવામાં આવશે. જેમાં પોલીટેકનિક, ઓરીએન્ટલ કોલેજ, બરકતુલ્લા યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ અને હોટેલ નૂર અસ સબાહનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર જ્યારે એરપોર્ટ પર પહોંચ્યો, ત્યારે તેના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, બધાએ તેની તસવીરો મોબાઈલમાં કેદ કરવા માંડી હતી.
આ સિવાય અક્ષય કુમાર 25 માર્ચથી શરૂ થઈ રહેલા ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલના (Chitra Bharti Film Festival 2022) કાર્યક્રમમાં પણ ભાગ લેશે, જે બિશનખેડીમાં માખનલાલ યુનિવર્સિટીમાં આયોજિત થશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શિવરાજ સિંહની હાજરીમાં કરવામાં આવશે. જેમાં દેશભરના જાણીતા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો હાજરી આપશે.
લોકોની માંગણી: અક્ષય કુમાર અને ક્રિતી સેનન સ્ટારર ફિલ્મ 'બચ્ચન પાંડે' હોળી પર રિલીઝ થઈ હતી. ફિલ્મને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ અને ગીતો સાંભળીને ચાહકો એક અલગ જ ઉત્તેજના પર પહોંચી ગયા હતા. જો કે ફિલ્મ જોયા બાદ લોકોએ તેનો આનંદ ઉઠાવ્યો ન હતો. આ ઉપરાંત, ઘણા લોકોએ તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.
આ પણ વાંચો: The Kashmir Files Collection: 'ધ કાશમીર ફાઇલ્સે' 150 કરોડનો આંકડો પાર કર્યો