મુંબઈઃ અજય દેવગને તેના પિતા વીરુ દેવગનની પહેલી પુણ્યતિથી પર ઇન્સ્ટાગ્રામ પર એક વિશેષ વીડિયો શેર કર્યો છે. જેમાં પિતા અને પુત્ર બંનેની ખાસ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો જોવા મળે છે. આ સાથે અભિનેતાએ તેમના પિતાને યાદ કરીને ભાવનાત્મક પોસ્ટ પણ લખી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેતા અજય દેવગને બુધવારે પોતાના પિતા વીરૂની પુણ્યતિથી પર યાદ કરતાં વીડિયોને શેર કર્યો હતો. જેમાં તેમને પિતા સાથેની ખાસ તસવીરોનું કલેક્શન પોસ્ટ કર્યુ હતું.
'તાનાજીઃ દ અનસંગ વોરિયર' અભિનેતાએ ઈન્ટાગ્રામ પર વીડિયો શેયર કર્યો હતો. જેમાં મોનોફ્રેમ તસવીરો જોવા મળી હતી. પિતાને યાદ કરતાં અજય ભાવુક સંદેશ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, " ડિયર ડેડ તમારે ગયાને વર્ષ થઈ ગયા. હું આજે પણ તમને મારી સાથે અનુભવું છું. તમારો અહેસાસ હંમેશા મારી સાથે રહેશે."
અજયને ફોલો કરનાર બોલીવુ અભિનેતા અભિષેક બચ્ચને પોસ્ટને પસંદ કરી હતી. જૂનિયર બચ્ચને હોથ જોડીને પ્રણામ કરતું ઈમોજી મૂક્યું હતું.
ગોલમાલ ફિલ્મના અભિનેતા પિતા , વીરૂ દેવગન સ્ટંટમેન, એક્શન કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક પણ રહ્યાં હતા. તેમણે 80ના દશકામાં 'હિન્દુસ્તાન કી કસમ' જેવી હિટ ફિલ્મનું એક્શન પણ કોરિયોગ્રાફ કર્યુ હતું. જેમાં અજય દેવગને અમિતાભ બચ્ચન સામે મુખ્ય રોડ પ્લે કર્યો હતો.
વીરૂ આ ફિલ્મના નિર્માતા પણ હતા. તેમનુ નિધન ગત વર્ષે હ્દય હુમલાના કારણે મુંબઈની સૂર્યા હોસ્પિટલમાં થયું હતું.