- બોલિવૂડ અભિનેતા અજય દેવગણે કોરોના મહામારીમાં મદદ માટે આગળ આવ્યો
- 20 બેડનાં ICU સેટ અપ માટે કરી આર્થિક મદદ
- અજયના NY ફાઉન્ડેશન દ્વારા રૂ.1 કરોડનું દાન
હૈદરાબાદ: બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ કોરોના વાઇરસ મહામારીમાં લોકોની મદદ માટે પોતાનું યોગદાન આપી રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય અભિનેતાઓ સાથે, અજયે બૃહદ મુંબઇ કોર્પોરેશન એટલે કે BMC ને 20 બેડનાં ICU સેટ અપ માટે રૂ. 1 કરોડની આર્થિક મદદ કરી છે.
અજયના NY ફાઉન્ડેશન દ્વારા રૂ.1 કરોડનું દાન
આ દાનની રકમથી મુંબઈના શિવાજી પાર્ક વિસ્તારમાં એક કામચલાઉ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે, જેમાં 20 બેડનો ICU સેટ અપ લગાવવામાં આવશે. જેથી કોરોના દર્દીઓને તેમાં સારવાર મળી શકશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અન્ય બોલિવૂડ દંપતિઓ પણ કરી રહ્યા છે મદદ
આ પહેલા બોલિવૂડ દંપતિ અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્નાએ 100 ઓક્સિજન કોન્સનટ્રેટર ની સહાય કરી હતી. તેમજ આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપે પણ આર્થિક મદદ કરી આ અંગે સોશીયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને અન્યોને મદદ કરવા અપીલ કરી હતી.