હૈદરાબાદઃ બોલિવૂડનો 'સિંઘમ' અજય દેવગણ (Ajay Devgan Upcoming Films) તેની ફિલ્મોમાં એક્શન અને કોમેડી માટે પ્રખ્યાત છે. અજય આ દિવસોમાં તેની આગામી સિરીઝ રુદ્ર - ધ ડાર્ક શેડને (Rudra-The Dark Shade) લઈને ચર્ચામાં છે. અભિનેતાએ આડકતરી રીતે તેના ચાહકોને સિંઘમ-3ની સોગાદ આપી છે. જાણો વિગતે..
અજય દેવગણએ વ્યકત કરી તેની ઇરછા
અજય દેવગણ એવા સેલેબ્સમાંથી એક છે જે સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહે છે. આજે રવિવારે તેણે તેના ઇન્સટાગ્રામ એકાઉન્ટ (Ajay Devgan Instagram Account) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક ગેમના સવાલોના જવાબ આપતા નજરે આવે છે. વીડિયોમાં, અભિનેતાને પ્રશ્રન કરાયો હતો કે શું તે સુપરહીરોની ભૂમિકા ભજવવા માંગે છે કે સુપર વિલન? અજય જવાબમાં કહે છે કે તે સુપર વિલનની ભૂમિકા ભજવવા માંગશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Kisss Day 2022: દીપિકા-રણવીરથી મહેશ બાબુ-નમ્રતા, 12 વાયરલ સેલિબ્રિટી કપલ લિપ લૉક્સ, જુઓ તસવીરો
અજય દેવગણે આપ્યાં ખુશીના સમાચાર
આ બાદ તેને બીજો સવાલ કરાયો હતો કે, તે કોઈ ફિલ્મની રીમેક બનાવવા ઈચ્છે છે કે સિક્વલમાં કામ કરવા માંગે છે? જેના પર અભિનેતા કહે છે કે તેને સિક્વલમાં કામ કરવું ગમશે, ત્યારબાદ ફિલ્મ 'સિંઘમ'નું મધુર ટાઈટલ સોંગ વિડીયોમાં સંભળાય છે. આ વિડીયો જોતા અજયના ફેન્સ અનુમાન લગાવી રહ્યાં છે કે એક્ટર હવે સિંઘમ-3 લાવશે. અજયના આ વીડિયો પર ઘણા ફેન્સે લાઈક પણ આપી છે. જણાવીએ કે, પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, વર્ષ 2023ના સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવશે.
સિંઘમ-3ની ટૂંક સમયમાં જાહેરાત થવાની સંભાવના
અજય સ્ટારર સિંઘમ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ બાદ વર્ષ 2014માં સિંઘમ રિટર્ન્સે પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. હવે સિંઘમ-3ની ટૂંક સમયમાં જાહેરાત થવાની સંભાવના છે.
આ પણ વાંચો: Honey Girl recreate video gangubai: આ બાળકીએ આપી આ અંદાજમાં આલિયા ભટ્ટને ટક્કર