મુંબઇ: સાત વર્ષ બાદ આદિત્ય નારાયણ પ્લેબેક સિંગર તરીકે સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'માં પોતાનો અવાજ આપ્યો છે. જેના વિશે જણાવતા તે કહે છે કે તેણે આ પહેલી અને છેલ્લીવાર સુશાંત માટે ગીત ગાયું છે.
"એક દિવસ મને રહેમાન સરનો ફોન આવ્યો અને તેમણે મને રેકોર્ડિંગ માટે બોલાવ્યો. તેઓ રેકોર્ડિંગ વખતે સ્ટુડિયોમાં પોતે હાજર હતા અને તેમણે વ્યક્તિગત રૂપે મારું ગીત રેકોર્ડ કર્યુ હતું."

આદિત્યએ જણાવ્યું હતું કે "મારા મગજમાં બસ એક જ વાત ચાલી રહી હતી કે હું શ્રેષ્ઠ રીતે આ ગીતમાં મારો અવાજ આપી શકું અને તેનો આનંદ પણ લઈ શકું. મને પાછળથી જાણ કરવામાં આવી કે આ ફિલ્મ 'ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ'ની રિમેક છે, જે મારી મનપસંદ ફિલ્મ છે અને તેમાં મુખ્ય ભૂમિકા સુશાંત ભજવી રહ્યો છે. મને ખ્યાલ આવ્યો કે આ પહેલીવાર છે જ્યારે મે સુશાંત માટે ગાયું છે, પરંતુ આ જ છેલ્લું ગીત પણ હશે તેનો મને ખ્યાલ ન હતો."
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આદિત્ય સુશાંત સાથેની મુલાકાતને યાદ કરતા જણાવે છે, "એક કલાકાર તરીકે મે કાયમ સુશાંત ને પસંદ કર્યો છે. જ્યારે પણ હું તેને મળતો, તેના ચહેરા પર કાયમ એક આકર્ષક હાસ્ય જોવા મળતું."
ઉલ્લેખનિય છે કે આદિત્યએ આ પહેલા પણ એ આર રહેમાન સાથે બાળ ગાયક તરીકે 1999માં આવેલી સુભાષ ઘાઈની ફિલ્મ 'તાલ' તથા રામગોપાલ વર્માની ફિલ્મ 'રંગીલા' માં કામ કર્યું હતું.