નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી અદા ખાને વિદ્યુત જામવાલની 'નોટ જસ્ટ ફ્રેન્ડ' વાળી કોમેન્ટ પર જવાબ આપ્યો છે. અદા કહે છે કે 'જસ્ટ ફ્રેન્ડ્સ' શબ્દનો ઉપયોગ આજકાલ સામાન્ય રીતે થાય છે. લોકો તેનો ઉપયોગ ઘણીવાર તેમના પરિચિતો માટે પણ કરે છે. કમાન્ડો ફ્રેન્ચાઇઝીમાં તેના સહ-કલાકાર વિદ્યુત જામવાલને એક સોસિયલ મીડિયા યુઝરે પૂછયુ કે શું તે અને અભિનેત્રી 'જસ્ટ ફ્રેન્ડ્સ' છે? જવાબમાં અભિનેતાએ કહ્યું, '' જસ્ટ ફ્રેન્ડસ', જરાય પણ નહીં..અમે હિંમતવાન, દયાળુ, સ્વયંસ્ફુરિત, કેન્દ્રિત, આભારી, ખુલ્લા વિચારોવાળા, નમ્ર, સમજદાર, વસ્તુઓને શેર કરવા વાળા, શિક્ષિત, ખુશ મિજાજ, શાંત, પરફેક્ટ અને બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ.હું તમારા માટે અદા જેવી કોઈ વ્યકિતની દુઆ કરું છું.
આ વિશે વાત કરતાં અદાએ કહ્યું, "હા, મેં આ વાંચ્યું છે. વિદ્યુત અને મેં પણ તેના પર વાત કરી છે. વિદ્યુતને પૂછવામાં આવ્યું કે શું તે અને હું ફક્ત મિત્રો છે અને આના જવાબમાં તેણે ઘણાં વિશેષણો આપ્યા છે. કે અમે બન્ને ફક્ત મિત્રો જ કેમ નથી. હું આ સાથે સંમત છું. 'જસ્ટ ફ્રેન્ડ્સ' શબ્દ આજકાલ ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે, લોકો આ શબ્દ ફક્ત તેમના પરિચિતો માટે જ વાપરે છે. "