ETV Bharat / sitara

અભિનેત્રી વાણી કપૂરે અક્ષય કુમાર સાથે 'મરજાવા' ગીત પર કર્યો રોમેન્ટિક ડાન્સ, વીડિયો થયો વાઈરલ - Akshay Kumar latest film

બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર અને અભિનેતા અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ 'બેલબોટમ'ના કારણે ઘણા ચર્ચામાં છે. ત્યારે અભિનેત્રી વાણી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને અક્ષય કુમાર બેલબોટમ ફિલ્મના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. જોકે, બંનેના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. તેમ જ આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

અક્ષય કુમાર
અક્ષય કુમાર
author img

By

Published : Aug 12, 2021, 4:01 PM IST

  • અભિનેત્રી વાણી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળી વાણી કપૂર
  • વાણી કપૂરે અક્ષય કુમાર સાથે બેલબોટમ ફિલ્મના ગીત પર કર્યો ડાન્સ

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર અને અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ 'બેલબોટમ'ના કારણે તમામ જગ્યાએ ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરથી લઈ ગીતોના તમામ લોકો વખાણ કરી રહ્યા છે. ત્યારે હવે 19 ઓગસ્ટે જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં વાણી કપૂર અને અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને કલાકાર ફિલ્મના ગીત 'મરજાવા' પર રોમેન્ટિક ડાન્સ કરી રહ્યા છે.

આ પણ વાંચો- અક્ષય કુમારે શેર કર્યો બેલબોટમ લુક, સ્પાઇ રાઇડ કરાવશે ખેલાડી કુમાર

દર્શકોને વાણી કપૂર અને અક્ષય કુમારની જોડી પસંદ આવી

વાણી કપૂરે આ વીડિયો શેર કરતા સમયે કેપ્શનમાં ખુશી વ્યક્ત કરી છે. જોકે, દર્શકોને આ બંનેની જોડી ઘણી પસંદ આવી રહી છે. આપને જણાવી દઈએ કે, જાસૂસી થ્રિલર બેલબોટમ ફિલ્મમાં વાણી કપૂર અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 1980ના બેકડ્રોપમાં બનેલી ફિલ્મ છે. તો આ સાથે જ ફિલ્મમાં અભિનેત્રી લારા દત્તા, હુમા કુરૈશી સહિત અનેક બોલિવૂડ કલાકાર જોવા મળશે. આ ઉપરાંત વાણી કપૂર અત્યારે રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરા સહિત આયુષ્માન ખુરાના સાથે રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.