મુંબઇ: કંગના રનૌતે ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સવાલ પુછયા છે. શિવસેના સાથેના વિવાદ અંગે સોનિયા ગાંધીની મૌન પર કંગના રનૌતે પ્રશ્નો ઉભા કર્યા છે.
કંગનાએ ટ્વિટમાં લખ્યું કે, "આદરણીય સોનિયા ગાંધીજી, એક સ્ત્રી તરીકે, તમારી મહારાષ્ટ્રની સરકાર જે રીતે મારી સાથે વર્તન કર્યું છે તેનાથી તમને દુ:ખ નથી થયુ ? શું તમે ડો. આંબેડકર દ્વારા બનાવેલા બંધારણના સિદ્ધાંતોને જણાવી રાખવા તમારી સરકારથી અનુરોધ નથી કરી શકતા ?"
બીજા ટ્વિટમાં કંગનાએ લખ્યું કે, " તેમને મહિલાઓના સંઘર્ષ વિશે જાણકારી તો હશે. જ્યારે તમારી પોતાની સરકાર મહિલાઓનું શોષણ કરી રહી છે. તમારી સરકારે કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવી છે, ત્યારે ઇતિહાસ તમારા મૌન પર ન્યાય કરશે. મને આશા છે કે તમે આ બાબતમાં મંતવ્ય આપશો."
આ સિવાય કંગના રનૌતે બાલાસાહેબ ઠાકરેને પોતાનું આઇકોન ગણાવ્યું છે. એક ટ્વિટમાં તેણે લખ્યું કે, "બાલાસાહેબ ઠાકરેને સૌથી મોટો ભય એ વાતોનો હતો કે શિવસેના એક દિવસ ગઠબંધન કરશે અને કોંગ્રેસ બની જશે. કંગનાએ પોતાના ટ્વિટમાં કહ્યું કે, હું જાણવા માગુ છું કે બાલાસાહેબ આજે તેમની પાર્ટીની આ સ્થિતિ જોઈને કેવું અનુભવ કરી રહ્યા હશે."
BMC દ્વારા કંગના રનૌતના મુંબઇ સ્થિત ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.