- બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટી ઈંગ્લેન્ડની ગલીમાં ફરવા નીકળ્યા
- અભિનેત્રી અથિયા શેટ્ટીએ અનુષ્કા શર્માના સારા સારા ફોટોઝ કર્યા ક્લિક
- ફોટોઝમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અલગ જ અંદાજમાં જોવા મળી
અમદાવાદઃ અભિનેત્રી અનુષ્કા શર્મા(Anushka Sharma)એ થોડા દિવસ પહેલાં જ તેની પૂત્રી વમિકા(Vamika) 6 મહિનાની થઈ, તેની ખુશીમાં ફોટોઝ શેર કર્યા હતા. જો કે, તે ફોટોઝમાં વમિકાનો ચહેરો જોવા નહતો મળ્યો. ત્યારે હવે રવિવારે ફરી એક વાર અનુષ્કા શર્માએ પોતાના ફોટોઝ શેર કરીને તેના ફેન્સને ગિફ્ટ આપી છે.
આ પણ વાંચો- અનુષ્કાએ વિરાટ સાથે વિતાવેલી કેટલીક વિશેષ અને કિંમતી ક્ષણો શેર કરી
અનુષ્કાએ અનેક ફોટોઝ પડાવ્યા
અભિનેત્રી અનુષ્કા શર્મા(Anushka Sharma) અને અથિયા શેટ્ટી (Athiya shetty)બન્ને સાથે ઈંગ્લેન્ડની ગલીઓમાં ફરતી જોવા મળી હતી. તે દરમિયાન અનુષ્કાએ અનેક ફોટોઝ પડાવ્યા હતા, જેની ક્રેડિટ અથિયા શેટ્ટી(Athiya shetty)ને જાય છે. અનુષ્કાએ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં ફોટો બાય અથિયા શેટ્ટી પણ લખ્યું હતું.
અનુષ્કા ફોટોઝમાં ખૂબ જ ખુશ જોવા મળી રહી છે
અનુષ્કા શર્મા(Anushka Sharma)એ રવિવારે શેર કરેલા ફોટોઝમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 10 હજાર પગલા અને રસ્તામાં કેટલાક ફોટોઝ તો અથિયા શેટ્ટી(Athiya shetty)એ પણ અનુષ્કા શર્માના આ ફોટોઝ પર ક્યૂટ રિએક્શન આપ્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો- મમ્મી અનુષ્કા અને પપ્પા વિરાટના ખોળામાં રમતી જોવા મળી વામિકા
ક્રિકેટર કે.એલ.રાહુલ પણ ઈંગ્લેન્ડમાં જ છે
અનુષ્કા શર્મા(Anushka Sharma) અત્યારે ઈંગ્લેન્ડમાં છે, જ્યારે અથિયા શેટ્ટી(Athiya shetty)ના કથિત બોયફ્રેન્ડ ક્રિકેટર કે.એલ.રાહુલ (K.L. Rahul)પણ ઈંગ્લેન્ડમાં જ છે. અનુષ્કા ઈંગ્લેન્ડમાં રહેતા અનેક ફોટોઝ શેર કરતી રહે છે.