- કોરોનાને માત આપનારા અભિનેતાએ જરૂરિયાતમંદો માટે બાઈક વેચ્યું
- બાઈક વેચીને મળેલા પૈસાથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખરીદ્યા
- ખરીદેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પૈકી એક સાયબરાબાદ પોલીસને આપ્યું
હૈદરાબાદ: કોરોના મહામારીમાં જરૂરિયાતમંદોને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની મદદ કરવા પોતાનું મોંઘુદાટ બાઈક વેચનારા અભિનેતા હર્ષવર્ધન રાણેએ એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાયબરાબાદ પોલીસને દાન કર્યું છે. તેમના વતી વોલેન્ટિયર અભિલાષ એલ્લાપ્રોલુએ બુધવારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાયબરાબાદ પોલીસ કમિશનર વી. સી. સજ્જનારને આપ્યું હતું.
ગત અઠવાડિયે જ અભિનેતાએ પોતાનું બાઈક વેચ્યું હતું
અભિનેતા હર્ષવર્ધન રાણેએ ગત અઠવાડિયે ઈન્સ્યાગ્રામ પર પોતાના રોયલ એનફિલ્ડ કોન્ટિનેન્ટલ જી. ટી બાઈકનો ફોટો અપલોડ કર્યો હતો અને લખ્યું હતું કે, " કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સના બદલામાં મારું બાઈક વેચી રહ્યો છું." જેના ગણતરીના દિવસો બાદ તેણે ફરી પોસ્ટ કરી હતી કે, "મદદ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, 3 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મળી ગયા છે અને તે ટૂંક સમયમાં હૈદરાબાદ પહોંચી જશે."