- ડ્રગ્સ કેસમાં પકડાયેલ એજાઝ ખાન કોરોના પોઝિટિવ
- હવે NCB ટીમનો થશે ટેસ્ટ
- 5 એપ્રિલના સુધી મળી હતી ન્યાયિક કસ્ટડી
મુંબઈ: ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા એજાઝ ખાન કોરોના પોઝિટિવ બન્યો છે. હવે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ત્યારે એજાઝ ખાનની પૂછપરછ કરી રહેલી NCB (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) ટીમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એજાઝ ખાનનો બે દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને કાલે તેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે.
આ પણ વાંચો: બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ
5 એપ્રિલના સુધી મળી હતી ન્યાયિક કસ્ટડી
ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા એક્ટર એજાઝ ખાનની ડ્રગ્સ કેસને લઈને ધરપકડ કરવામાં આવી હતી. પહેલા તેને 3 એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવાની વાત કરવામાં આવી હતી. જો કે, હવે તેને વધારીને 5 એપ્રિલ કરવામાં આવી હતી અને તેમને ત્યાં સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવશે. ડ્રગ્સના કેસમાં NCB (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી)એ ટીવી અભિનેતા ગૌરવ દિક્ષિતના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે.
આ પણ વાંચો: મુંબઈ પોલીસે અભિનેતા એજાઝ ખાનની કરી ધરપકડ, જાણો કારણ
એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ
NCBએ બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરી છે. ટેલિવિઝન કાર્યક્રમ બિગબોસના પૂર્વ સ્પર્ધક એજાઝ ખાનની નશીલા પદાર્થ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નશીલા પદાર્થનો તસ્કર શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું.
એજાઝ ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ભડકાવવા અને લોકડાઉનનું ઉલ્લંધન કરવા બદલ ફરિયાદ નોંધાઈ
મુંબઈ પોલીસે અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરી છે. એજાઝ ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવા અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એજાઝ ખાન પર IPC કલમ ધારા 188, 153A, 121, 117 હેઠળ મામલો નોંધાયો છે.