મુંબઇ: અભિનેતા અભય દેઓલ હોલીવૂડના સ્ટાર્સ માર્ટિન સ્કોર્સેસે અને રોબર્ટ ડી નીરો સાથેની મુલાકાતને યાદ કરે છે . જ્યારે તેમની ફિલ્મ 'રોડ, મૂવી' ને ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ કરવામાં આવી હતી. તેમણે અમુક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેણે કેપ્શન આપતાં કહ્યું, "રોડ, મૂવી 2009 માં રિલીઝ થઈ હતી, આ ફિલ્મની પસંદગી ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવી હતી. જ્યાં મને માર્ટિન સ્કોર્સેસે અને રોબર્ટ ડી નીરો બંને સાથે મળવાની તક મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. બંને સેલિબ્રિટીઓને મળ્યા બાદ મને મારી મહેનત યોગ્ય લાગી. "
આ ફિલ્મ 2009 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તનિષ્ઠા ચેટરજી અને સતીશ કૌશિક પણ છે.