ETV Bharat / sitara

બેસ્ટ સિસ્ટર સુહાના માટે અબ્રાહીમે તૈયાર કર્યું જન્મદિવસનું કાર્ડ - શાહરૂખ ખાન

કિંગ ખાનની પુત્રી સુહાના ખાનને તેના જન્મદિવસ પર તેના નાના ભાઈ અબ્રાહીમ તરફથી એક સુંદર કાર્ડ ભેટમાં મળ્યું છે. 20 વર્ષીય સુહાના ખાને ઈન્સ્ટાગ્રામ પર તેના જન્મદિવસના કાર્ડ સાથેની તસવીર શેર કરી હતી.

સુહાના ખાન
સુહાના ખાન
author img

By

Published : May 24, 2020, 9:02 AM IST

મુંબઈ: બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન એક દિવસ પહેલા 20 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસના લુકની એક ઝલક તેને ઈસ્ટાગ્રામ પર શેર કરી હતી. સુહાનાએ તેના ભાઈ અબ્રાહીમ માટે આ ખાસ પોસ્ટ કરી હતી.

સુહાનાએ શનિવારે કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા. જેમાં તે બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી નજરે પડે છે. તેને ગુલાબની તસવીર અને તેના નાના ભાઈ અબ્રાહીમ દ્વારા બનાવેલું બર્થડે કાર્ડ પણ શેર કર્યું છે. આબ્રાહીમે કાર્ડમાં લખ્યું હતું કે, તમે દુનિયાની શ્રેષ્ઠ બહેન છો. સુહાનાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, 10 વર્ષ પછી હું 30 વર્ષની થઈ જઈશ.

પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિનેતા કેટરિના કૈફે રેડ હાર્ટ ઈમોજી સાથે કોમેન્ટ કરી હતી. સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર અનન્યા પાંડેએ કોમેન્ટમાં લખ્યું કે, નાઈશ પિક સુ.

ઉલલેખનીય છે કે, સુહાના ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહી છે. હાલમાં તે મુંબઈમાં છે, અને તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.