મુંબઈ: કાસ્ટિંગ ડિરેક્ટર-અભિનેતા અભિષેક બેનર્જીએ કહ્યું કે કેવી રીતે છેલ્લા 12 વર્ષોમાં રણવીર સિંહથી લઈને નવાઝુદ્દીન સિદ્દીકી, દિપક ડોબરિયાલ સુધીના દરેક વ્યક્તિને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા મળી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વેબ સિરીઝ 'પાતાલ લોક' માં વિશાલ 'હથોડા ત્યાગી' ની ભૂમિકાથી બધાને પ્રભાવિત કરનાર અભિષેક પહેલા કાસ્ટિંગ ડિરેક્ટર રહ્યા છે.
તેમણે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, 'મેં ગૌતમ કિશનચંદાની હેઠળ તાલીમ લીધી. આ સમય દરમિયાન એક રસપ્રદ પરિવર્તન જોવા મળ્યું.
તેમણે વધુમાં કહ્યું કે, 'નવાઝુદ્દીન સિદ્દીકી, દિપક ડોબરિયાલ અને રણવીર સિંહ જેવા કલાકારોનો પણ અમને પરિચય થયો. 'સામાન્ય' અને 'અસામાન્ય' દેખાતા કલાકારો વચ્ચેની રેખા ધુંધળી થઇ ગઇ.
2010 ની ફિલ્મ 'નોક આઉટ' થી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી, અભિષેકે 'નો વન કિલ્ડ જેસિકા', 'ધ ડર્ટી પિક્ચર ', 'ટોઇલેટ: એક પ્રેમ કથા' અને 'સિક્રેટ સુપરસ્ટાર' જેવી ફિલ્મોમાં કાસ્ટિંગ કર્યું હતું. તેને 2017 ની ફિલ્મ 'ફીલૌરી'માં અભિનયનો પ્રથમ બ્રેક મળ્યો હતો.