ETV Bharat / sitara

નેગેટિવ પાત્રોને મારા પર હાવી થવા દેતો નથી: અભિષેક બેનર્જી

author img

By

Published : Jun 2, 2020, 8:38 PM IST

બોલિવૂડ ફિલ્મ 'સ્ત્રી' અને વેબસિરીઝ 'મિર્ઝાપુર' વડે લોકપ્રિય થયેલા અભિનેતા અભિષેક બેનર્જીએ લોકોને તેના નકારાત્મક પાત્રોના પરફોર્મન્સથી ઘણા પ્રભાવિત કર્યા છે. OTT પ્લેટફોર્મ પર હાલમાં જ રિલીઝ થયેલી તેની બે વેબસિરીઝ 'પાતાલ લોક' અને 'કાલી-2' માં તેમણે ભજવેલી ભૂમિકાઓ વિશે તેમણે વાતચીત કરી હતી.

નેગેટિવ પાત્રોને મારા પર હાવી થવા દેતો નથી: અભિષેક બેનર્જી
નેગેટિવ પાત્રોને મારા પર હાવી થવા દેતો નથી: અભિષેક બેનર્જી

મુંબઈ: અભિનેતા અભિષેક બેનર્જીએ તેના નકારાત્મક પાત્રોના પરફોર્મન્સ વિશે જણાવતા કહ્યું, ''જો કલાકારો પર નેગેટિવ ભૂમિકાઓની અસર થવા લાગે તો આપણી ઇન્ડસ્ટ્રીમાં આપણે સિરિયલ કિલરો જ પેદા કરીએ! હું મારા પાત્રોને થોડું અંતર રાખીને જાણું છું.

વધુમાં તેમણે જણાવ્યું કે, 'પાતાલ લોક'ની ભૂમિકા ભજવતી વખતે મેં કેમેરાની સામે ત્યાગીનું જીવન જીવ્યો છું. પરંતુ આ એક્શન અને કટની વચ્ચે જ રહે તે સારું છે. હું મારા સામાન્ય જીવનમાં આ પાત્રોની જેમ ન વર્તી શકું. મારી બંને વેબ સિરીઝના પાત્રો એટલા નકારાત્મક છે કે, હું શૂટિંગ બાદ તેમનાથી દૂર જ રહેવાનું પસંદ કરૂં છું.''

'પાતાલ લોક'માં તેમણે નાના શહેરમાં રહેતા એક ખૂની 'વિશાલ ત્યાગી'ની ભૂમિકા ભજવી છે. જે હથોડા વડે ખોપરી ફોડી લોકોનું ખૂન કરતો હોય છે. આથી તેનું નામ હથોડા ત્યાગી પડી ગયું હોય છે. જયારે 'કાલી -2'માં તેણે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા અને અપહરણકર્તાની ભૂમિકા ભજવી છે.

'કાલી -2'માં અભિષેક સાથે રાહુલ બેનર્જી, ચંદન રોય સન્યાલ અને પાઓલી દામ જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તેની બીજી સિઝન 29 મેના રોજ રીલિઝ થઈ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.