મુંબઈ: એક સમયે જ્યારે ન્યૂયોર્ક કોરોના વાઈરસ રોગચાળા સામે લડી રહ્યું છે. આ બધી બાબતોથી દૂર અભિનેતા અભય દેઓલ આ શહેરમાં વિતાવેલા સારા દિવસોને યાદ કરી રહ્યો છે.
અભિનેતાએ શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતાં લખ્યું કે, મારા મિત્રે આ તસવીર 11 વર્ષ પહેલા ન્યૂયોર્કમાં ખેંચી છે. મારી પાસે એ સમયનો મારો ફોટો નથી, પણ યાદો તાજી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
2009માં અભિનેતા ન્યૂયોર્કમાં વેલ્ડિંગ અને મેટલ કોર્સ કર્યો હતો. અભય દેઓલે કહ્યું, ન્યુયોર્ક મારૂં બીજું ઘર છે, કારણ કે તે એક એવું શહેર છે કે જેણે હંમેશા મને મોહિત કર્યુ છે. આ શહેર રચનાત્મક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. અહીં સર્જનાત્મક શક્યતાઓ અમર્યાદિત છે, જ્યાં હું માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ મનુષ્ય તરીકે પણ પરિપક્વ થયો છું.