મુંબઈઃ દેશભરમાં લોકડાઉન છે. કોરોના કહેરના કારણે લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહ્યાં છે, ત્યારે તેમના મનોરંજના માટે અને લોકોની માગ દૂરદર્શન પર જૂના કાર્યક્રમોનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 'રામાયણ' અને 'મહાભારત' શાહરુખનનો ટીવી શૉ 'સર્કસ' , 'જાસૂસી' અને 'વ્યોમકેશ બક્ષી' આવી રહ્યાં છે, ત્યારે બાળકો માટે વધુ લોકપ્રિય કાર્યક્રમ 'શક્તિમાન' દૂરદર્શન ફરીથી ધૂમ મચાવવા આવી રહ્યો છે.
તમે બરાબર સાચું વાંચી રહ્યાં છો. હમણાં જ 'શક્તિમાન'નું પાત્ર ભજવનાર અભિનેતા મુકેશ ખન્નાએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે 'રામાયણ' અને 'મહાભારતના પુનઃ પ્રસારણની ખુશી વ્યક્ત કરતા કહે છે કે, હું તમને વધુ એક મજાની વાત જણાવવા માગું છું કે, તમારો પસંદીદા ધારાવાહિક 'શક્તિમાન' પણ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ કેટલા વાગ્યે પ્રાસરિત થશે તેની માહિતી તમને ટૂંક જ સમયમાં મળશે.
નોંધનીય છે કે, 'શક્તિમાન' કાર્યક્રમ 1997 માં દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તે ભારતનો પહેલો સુપરહીરો માનવામાં આવે છે. મુકેશ ખન્નાએ શક્તિમાનની ભૂમિકા ભજવી હતી. જે લોકોના મનમાં હજી તાજી છે. આ સીરીયલના છેલ્લા ભાગમાં બાળકોને ભણાવવાની અને તેમને સારી ટેવો વિશે જણાવવાની વિશેષતા હતી. આ શૉ લગભગ 8 વર્ષ ચાલ્યો અને લોકોના દિલમાં તે એક સુપરહીરો તરીકે છવાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ફરી એક વાર રામાનંદ સાગરની રામાયણ અને બી.આર.ચોપરાની મહાભારત સીરિયલ દૂરદર્શન પર શરૂ કરવામાં આવી છે. આ સિરિયલોને લઈને દર્શકોનો ક્રેઝ એટલો જબરદસ્ત હતો કે #રામાયણ અને #મહાભારત આખો દિવસ ટ્વિટર પર ટ્રેન્ડ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર પણ આ શૉના છૂટક વેચાણ પર લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.