મુંબઇ : સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો ભેદ હજૂ તો ઉકેલાયો નથી અને એક પછી એક લોકોની આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. સુશાંત બાદ ગુરૂવારે 16 વર્ષની ટીકટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી લીધી છે. માત્ર 16 વર્ષની પોપ્યુલર સ્ટારને એવી તો શું પ્રોબ્લેમ હતી કે તેણે આ પગલુ ભરીને જીવન ટૂંકાવી નાખ્યું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મળતી માહિતી પ્રમાણે, બુધવારે રાત્રે સિયા કક્કરે મેનેજર અર્જુન સરીન સાથે વાત કરી હતી. મેનેજરનું કહેવું છે કે, ત્યારે તો સિયાનું મૂડ એકદમ બરાબર હતું. તેના વાત કરવા પરથી જરાય લાગ્યું નહીં કે તે કોઈ મુશ્કેલીમાં હશે. મેનેજર અર્જુનનું કહેવું છે કે, તેણે કોઈ વ્યક્તિગત કારણને લીધે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. કામમાં તો કોઈ તકલીફ નહોતી. બુધવારે રાત્રે મારી તેની સાથે એક પ્રોજેક્ટ માટે વાત પણ થઈ હતી ત્યાર તે એકદમ નોર્મલ હતી. તે બહુ જ પ્રતિભાશાળી અને હોશિયાર હતી.
સિયા દિલ્હીના પ્રીત વિહારમાં રહે છે. તે ટિકટૉક સિવાય ઈન્સ્ટાગ્રામ, સ્નેપચૅટ અને યુટયુબ પર પણ બહુ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 104k અને ટિકટૉક પર 1.1 મિલિયન ફૉલોઅર્સ છે. સિયાએ પાંચ દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને ત્રણ લાખ કરતા વધુ વ્યૂઝ મળ્યાં છે. એટલું જ નહીં, આ વીડિયો તેને એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં પણ મુક્યો હતો.
સિયાના મૃત્યુના સમાચારથી તેના ચાહકો આશ્ચર્યચકિત છે. તેઓ માનતા નથી કે સિયા આત્મહત્યા કરી શકે છે. તેના પ્રશંસકો તેમના ઇન્સ્ટ્રા વીડિયો પર ટિપ્પણી કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.આ સાથે જ સિયા કક્કરની આત્મહત્યાના સમાચાર ઇન્ટરનેટ પર આવતાની સાથે જ લોકોએ પોસ્ટ કરવાનું શરૂ કર્યું કે ટિકટોકનો સ્ટાર નેહા કક્કરની સંબંધી હતી.
અનેક ટ્વીટ્સ અને અન્ય સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં લખ્યું છે કે સિયા સિંગર નેહા કક્કરની સબંધી હતી, જોકે આ દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા નથી મળયા. આવી સ્થિતિમાં ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સિયા કક્કર અને નેહા કક્કર વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી.