ETV Bharat / sitara

14 વર્ષની વયે 'કરોડપતિ જુનિયર' જીતનાર રવિ મોહન સૈની હવે પોરબંદરના SP - રવિ મોહન સૈની પોરબંદરના SP

વર્ષ 2001 માં 14 વર્ષની વયે કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં 1 કરોડ રૂપિયા મેળવીને ઇતિહાસ રચનારા રવિ મોહન સૈનીએ ગુરુવારે પોરબંદરના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

kbc
kbc
author img

By

Published : May 29, 2020, 6:12 PM IST

Updated : May 29, 2020, 6:30 PM IST

પોરબંદર : 2001 માં કૌન બનેગા કરોડપતિ જુનિયર વિજેતા રવિ મોહન સૈનીએ ગુરુવારે પોરબંદરના પોલીસ અધિક્ષક (એસપી) તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

14 વર્ષીય સૈનીએ તમામ 15 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા અને 2001 માં લોકપ્રિય ટેલિવિઝન શો કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું.

લગભગ બે દાયકા પછી, સૈની, જે હવે 33 વર્ષના છે, તેઓ હવે ગુજરાતના પોરબંદરના એસપી બન્યા છે.

તેમના નિવૃત્ત પિતા કે જેઓ નેવી અધિકારી હતા, તેમની પ્રેરણાથી પોલીસ દળમાં જોડાયા હતા.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની નેવલ પબ્લિક સ્કૂલ અને જયપુરની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.માંથી સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી, સૈનીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષામાં ભાગ્ય અજમાવ્યું અને 2014 માં નોકરી મેળવી.

સૌની ગુજરાત કેડરમાં જોડાયા અને બાદમાં રાજકોટ શહેરમાં પોલીસ ઝોન 1 ના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી હતી.

Last Updated : May 29, 2020, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.