વોશિંગ્ટન: કોરોના વાઇરસ રોગચાળાના વધતા પ્રભાવને કારણે કાંન્સ જેવા ફિલ્મ ફેસ્ટિવલ મોકૂફ અથવા રદ થવાની આરે છે, ત્યારે વિશ્વનો સૌથી લાંબો ચાલતો ફિલ્મ ફેસ્ટિવલ, વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ, સુનિશ્ચિત સમય મુજબ, સપ્ટેમ્બરમાં યોજાશે.
શેડ્યૂલ મુજબ, ફિલ્મ ફેસ્ટિવલ 2 થી 12 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે.
એક રિપોર્ટ્સ અનુસાર, વેનેતોના ગર્વનર લુસા ઝાઇઆએ રવિવારે જાહેરાત કરતાં, પુષ્ટિ કરી હતી કે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ આ વખતે યોજાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ વખતે ઉત્સવમાં માત્ર થોડીક ફિલ્મોનો સમાવેશ કરવામાં આવશે.
ઇટાલી મુસાફરોને આવકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને જૂન મહિનાથી તેનઓ કોઇપણ જાતના ક્વોરેન્ટીન નિયમો વિગર તેની સરહદો ખોલી રહ્યું છે. કોરોના વાઇરસ રોગચાળાના યુરોપના સૌથી અસરગ્રસ્ત દેશોમાં ઇટાલી પણ સામેલ છે.