મુંબઈ: પ્રિયંકા ચોપડાએ તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે તેના પતિ અને પોપ સિંગર નિક જોનસ સાથે રોમેન્ટિક પોઝ આપતી નજરે પડે છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ જણાવ્યુ કે, આજના દિવસે નિકે તેને મેરેજ માટે પ્રપોઝ કર્યુ હતું.
બોલિવુડ અભિનેત્રી પ્રિંયકા ચોપડા હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જે ફોટાને તેમના ફેન્ડ્રે ખુબ જ પસંદ કર્યો હતો..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
શેર કરેલી તસ્વીરમાં પ્રિયંકા અને નિક રોમાંટિક અંદાજમાં નજર આવી રહ્યાં છે. એ ફોટાની સાથે અભિનેત્રીએ કમેન્ટ કરી કે, મારા જીવનની સૌથી મોટી ખુશી કે, 2 વર્ષ પહેલા આજના દિવસે તમે મને મેરેજ માટે પુછ્યુ હતુ અને હું બહુ જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી.
પ્રિંયકાએ આગળ જણાવ્યુ કે, તમે આ દિવસને યાદગાર દિવસ બનાવી દીધો છે. મારા વિશે દરેક સમયે વિચારવા માટે અભિનંદન, હુ આ દુનિયાની સૌથી લક્કી ગર્લ છુ, આઇ લવ યુ.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસની જોડી વારંવાર ખુશ અંદાજમાં જોવા મળતી હોય છે. તેમની સાથે સાથે તે તેમના પર્સનલ ફોટો પણ શેર કરતા હોય છે અને તેમની લાઇફ વિશે તેમના ફેન્ડને જણાવતા હોય છે.
બે દિવસ પહેલા પ્રિયંકાએ તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને પ્રિયંકાએ બર્થડે પર નિકની સાથે તેમનો ફોટો શેર કરીને તેને વિશ કરી હતી.