લૉસ એન્જલસ: હોલીવુડ પોપ્યુલર ગાયિકા સેલિના ગોમેઝ તેના તાજેતરના મ્યુઝિક આલ્બમ 'રેયર'નું નવું ડીલક્સ વર્ઝન લોન્ચ કરશે. ગોમેઝ તેમાંથી જે પણ નફો મળશે તે નફાનો એક ભાગ કોવિડ-19ના રાહત ભંડોળમાં દાન કરશે.
27 વર્ષીય સિંગર સેલિના ગોમેઝે ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે, તેનો નવો આલ્બમ 'રેયર'નું વર્ઝન 9 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. આ સાથે તેમણે એ પણ માહિતી આપી કે તેમાંંથી જે પણ નફો થશે તેનો એક ભાગ કોરોના વાઈરસ માટેના ફંડમાંં દાન કરશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ગોમેઝે કહ્યું કે તેણે કોવિડ-19 રાહત ભંડોળમાં પહેલાથી જ પોતાનું યોગદાન આપેલું છે. વધુમાં હવે તે કોવિડ-19 રાહત ભંડોળમાં ડીલક્સ એડિશનની દરેક ખરીદીમાંથી એક ડોલરનું દાન આપશે. ગોમેઝે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. જેમાં તેની ગરદન પર રેયરનું ટેટુ જોવા મળી રહ્યું છે. મહત્ત્વનું છે કે 'રેયર' સાથે 'બોયફ્રેન્ડ', 'શી' અને 'સોવેનિયર'નું પણ નવું ડિલક્સ વર્ઝન 9 એપ્રિલે રિલીઝ થશે.