અમેરિકા/લોસ એન્જેલસ: દક્ષિણ કોરિયન ફિલ્મ નિર્માતા બોંગ જૂન-હો વિદેશી ભાષાની ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મેળવનારા બીજા નિર્દેશક બન્યા છે. અલ્ફોન્સો કુઆરેનને વર્ષ 2018માં આ એવોર્ડ મળ્યો હતો. બોંગ જૂન-હોએ તેની એવોર્ડ સ્પીચમાં દિગ્ગજ હોલીવૂડ નિર્દેશક માર્ટિન સ્કોર્સેસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ યુવાન હતા ત્યારે માર્ટિન તેમના આદર્શ હતા. આ સાથે જ બોંગ જૂન-હોએ સ્કોર્સેસના વાક્ય "સૌથી વધુ વ્યક્તિગત, સૌથી વધુ રચનાત્મક"ને પણ યાદ કર્યું હતું.
બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ કોરિયન ફિલ્મમેકર બોન્ગ જૂન હોને તેમની બહુચર્ચિત ફિલ્મ ‘પેરાસાઈટ’ માટે મળ્યો છે. સાઉથ કોરિયન ફિલ્મ પેરાસાઈટ ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’નો ઓસ્કર અને ‘બેસ્ટ ડિરેક્ટર’ (ડિરેક્ટર બોન્ગ જૂન હો)નો ઓસ્કર જીતી ચૂકી છે અને ‘બેસ્ટ ફિલ્મ’નો ઓસ્કર પણ જીતી ચૂકી છે. ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’નું નામ બદલીને આ વખતથી ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કરવામાં આવ્યું છે. જ્યારે સેટાયરિકલ કોમેડી ફિલ્મ ‘જોજો રેબિટ’ને બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો અવોર્ડ મળ્યો છે.
આ વખતે પણ ઓસ્કર અવોર્ડ્સ કોઈપણ હોસ્ટ વિના યોજાઈ રહ્યા છે. તાજેતરમાં જ દિવંગત થયેલા એક્ટર કર્ક ડગ્લસ અને બાસ્કેટ બૉલ સ્ટાર કોબી બ્રાયન્ટને વર્ષ દરમિયાન અવસાન પામેલી અન્ય ફિલ્મી હસ્તીઓ સાથે ‘ઈન મેમોરિયમ’ વિભાગમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
ઓસ્કર અવોર્ડ વિજેતાઓ યાદી
- બેસ્ટપિક્ચરઃ પેરાસાઈટ
- બેસ્ટ લીડ એક્ટ્રેસઃ રેની ઝેલવેગર (જુડી)
- બેસ્ટ લીડ એક્ટરઃ વૉકિન ફીનિક્સ (જોકર)
- બેસ્ટ ડિરેક્ટરઃ બોન્ગ જૂન હો
- બેસ્ટ ઓરિજિનલ સોન્ગઃ આઈ એમ ગોના લવ મી અગેઇન (રોકેટમેન)
- બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ જોકર
- બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મઃ પેરાસાઈટ
- બેસ્ટ મેકઅપ એન્ડ હેર સ્ટાઈલિંગઃ બોમ્બશેલ
- બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ 1917
- બેસ્ટ ફિલ્મ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફેરારી (એન્ડ્ર્યુ બકલેન્ડ, માઈકલ મેકકસ્કર)
- બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ 1917 (રોજર ડીકિન્સ)
- બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઃ 1917
- બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફરારી
- બેસ્ટ એનિમેટેડ ફિલ્મઃ ટોય સ્ટોરી 4
- બેસ્ટ ડોક્યુમેન્ટરીઃ અમેરિકન ફેક્ટરી
- બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ): લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વૉરઝોન (ઈફ યુ આર અ ગર્લ)
- બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મઃ ધ નેબર્સ વિન્ડો
- બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ હેર લવ
- બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલઃ લોરા ડર્ન (મેરેજ સ્ટોરી)
- બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલઃ બ્રાડ પિટ (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)
- બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ પેરાસાઈટ (બોન્ગ જૂન હો)
- બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ જોજો રેબિટ (તાઈકા વાઈતિતિ)
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ
- બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ લિટલ વિમેન (જેકલિન ડુરન)