મુંબઇ: 'એવેન્જર્સ: એન્ડગેમ' ના સહ-નિર્દેશક જો રુસોનું માનવું છે શ્રેષ્ઠ એક્શન ફિલ્મો તે છે જ્યાં એક્શનનો ઉપયોગ પાત્ર અને તેની પસંદગીને સમજાવવા માટે કરવામાં આવે છે.
તેને લાગે છે કે સૈમ હાર્ગ્રેવેની નવી નેટફ્લિક્સ રિલિઝ 'એક્સ્ટ્રેક્શન'માં તે તત્વને સંપૂર્ણ રીતે રજૂ કર્યું છે.
તેની પ્રથમ ફિલ્મ માટે,હાર્ગ્રેવે તેના 'એવેન્જર્સ' પરિવાર સાથે ફરી હાથ મિલાવ્યો. તેમને ફિલ્મના લીડ રોલ માટે 'થોર' સ્ટાર ક્રિસ હેમ્સવર્થનો સાથ મળ્યો. આ ફિલ્મનું સ્ક્રીન પ્લે જૉ રુસોએ કર્યું. ફિલ્મનું નિર્માણ રુસો બ્રધર્સ, માઇક લુક્કા, ક્રિસ હેમ્સવર્થ, એરિકા ગિટાર અને પીટર શ્વરિન દ્વારા કરવામાં આવ્યું છે.
મૂળરૂપે 'ઢાકા' નામવાળી આ ફિલ્મ, પાછળથી તેનું નામ 'એક્સ્ટ્રેક્શન' કરાયું, તેમાં ભારતીય અભિનેતા રણદીપ હૂડા, પંકજ ત્રિપાઠી, પ્રિયંશુ પેનયુલી અને રુદ્રાક્ષ જયસ્વાલ પણ છે.