લોસ એન્જલસ: હોલીવૂડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થનું કહેવું છે કે તે નોન-ટોપ એક્શન સીન ફિલ્માવવાનું પસંદ કરે છે જેથી તેઓ ગતિ જાળવી શકે.
તાજેતરમાં ક્રિસ તેની ડિજિટલ ફિલ્મ 'એક્સ્ટ્રેક્શન'માં ઘણી એક્શન કરતો જોવા મળ્યો હતો. ફિલ્મની કહાની ટાયલર રેક નામના શખ્સના સફર વિશે છે, જે ડ્રગ માફિયા (પંકજ ત્રિપાઠી)ના પુત્ર ઓવી (રુદ્રાક્ષ જયસ્વાલ) ને શોધી કાઢવાનો પ્રયાસ કરે છે. જેનું અપહરણ ઢાકાના એક ડ્રગ માફિયા દ્વારા કરવામાં આવે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ફિલ્મનું શૂટિંગ ઘણાં જુદા જુદા સ્થળોએ કરવામાં આવ્યું છે અને તેના ક્લાઇમેક્સ સીનમાં બ્રિજ ઉપર જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે.