લૉસ એન્જેલસઃ હૉલીવૂડ સ્ટાર ચેડવિક બૉસમેનનું શુક્રવારના રોજ નિધન થયું છે. માર્વલ સ્ટૂડિયોની ફિલ્મ ‘બ્લેક પેન્થર’માં મુખ્ય ભૂમિકા નિભાવનાર ચેડવિક બૉસમેન 43 વર્ષીય હતા અને છેલ્લા 4 વર્ષથી કેન્સરથી પીડિત હતાં. ચેડવિકનું નિધન લૉસ એન્જેલસના તેમના ઘર પર થયું છે.
સુપર સ્ટારના નિધનને લઈ તેમના પરિવારે કહ્યું કે, એક સાચો યોદ્ધા હતાં. પરિવારે જણાવ્યું કે, ચેડવિકે છેલ્લા 4 વર્ષમાં અનેક ફિલ્મોનું શૂટિંગ કર્યું છે અને આ બધું જ તેમને કેટલીક સર્જરી અને કીમોથૈરેપી પણ થતી હતી. પરિવારે કહ્યું કે, બ્લેક પેંથર ફિલ્મમાં સમ્રાટ ટિ-ચાલા (King T’Challa) નું પાત્ર નિભાવવું એક સન્માનની વાત હતી. ચેડવિકે તેમના કરિયરમાં ‘42’ અને ‘Get on Up’ જેવી ફિલ્મોથી તેમનું નામ બનાવ્યું હતું,
2018માં માર્વલ સિનેમેટિક યૂનિવર્સની ફિલ્મ ‘Black Panther’ T’Challa, બ્લેક પેંથરની ભુમિકા નિભાવી દર્શકોમાં હિટ બન્યો હતો, પછી એવેન્જર્સ-ઇનફિનિટી વૉર અને એવેન્જર્સ-એન્ડ ગેમ જેવી બ્લોકબસ્ટર ફીલ્મમાં ફરી બ્લેક પેન્થરની ભૂમિકામાં દેખાયો હતો. તેની છેલ્લી ફિલ્મ ‘દા 5 બ્લડ્સ’‘Da 5 Bloods’ આ વર્ષે રિલીઝ થઈ હતી.