વોશિંગ્ટનઃ નેટફ્લિક્સ વેબ શો '13 રિજન્સ વાય 'ના ફેન્સ માટે એક સારા સમાચાર છે કે નિર્માતાઓએ તેની ચોથી અને છેલ્લી સીઝનની તારીખની ઘોષણા કરી છે. તેની અંતિમ સીઝન 5 જૂને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
સોમવારે ઓનલાઈન વીડિયો સ્ટ્રિમિંગ પ્લટોફોર્મ પર ફાઈનલ સીઝનના પ્રિમીયરની જાહેરાત થઈ ગઈ છે. ફાઈનલ સીઝનમાં લિબર્ટી હાઈ સ્કૂલના બાળકોને પોતાના ગ્રેજ્યુશન તરફ આગળ વધવા તૈયારી કરાવતાં જોવા મળશે.
અડલ્ટ ડ્રામા સીરિઝની છેલ્લી સીઝન જે એશરની નોવેલ પર આધારિત હતી. જેમાં 10 એપિસોડ બનાવવામાં આવ્યા હતાં.
નેટફ્લિકસની લોકપ્રિય સીરિઝને દુનિયાભરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સીરિઝમાં સેક્સુઅલ અસોલ્ટ, મેન્ટલ હેલ્થ અને હિંસા પર વાત કરવામાં આવી છે.