સાન ફ્રાન્સિસ્કો: મેટાએ જાહેરાત કરી છે કે, તેનું મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp (whatsapp new feature) 5 દેશમાં યલો પેજીસ શૈલીની બિઝનેસ (WhatsApp Business) ડિરેક્ટરી શરૂ કરી રહ્યું છે. ધ વર્જના રિપોર્ટ અનુસાર આ ફીચર બ્રાઝિલ, યુકે, ઈન્ડોનેશિયા, મેક્સિકો અને કોલંબિયામાં શરૂ થશે. કંપનીના જણાવ્યા અનુસાર નવી સુવિધા યુઝર્સને સીધી સેવાઓ પર સંપર્ક કરી શકાય તેવી કંપનીઓ શોધવા અથવા મુસાફરી અથવા બેંકિંગ જેવા વ્યવસાયના પ્રકારો માટે બ્રાઉઝ કરવામાં મદદ કરશે.
વ્હોટ્સેપ ન્યૂ ફિચર: 5 દેશમાં WhatsApp બિઝનેસ પ્લેટફોર્મ માટે સાઇન અપ કરનારા તમામ યુઝર્સ ડિરેક્ટરીમાં પ્રદર્શિત થશે. બ્રાઝિલમાં ડિરેક્ટરી નાના વ્યવસાયો માટે પણ ખુલ્લી રહેશે. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે કહ્યું, "જ્યારે બ્રાઝિલમાં લાખો વ્યવસાયો ચેટ કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. ત્યારે અમે એવા વ્યવસાયોને શોધવા અથવા ખરીદવાનું સરળ બનાવ્યું છે, જ્યાં લોકોને વર્ક અરાઉન્ડનો ઉપયોગ કરવો પડતો હતો. અહીં અંતિમ ધ્યેય તેને બનાવવાનું છે જેથી કરીને એક જ WhatsApp ચેટમાં બિઝનેસમાંથી કંઈક (બ્રાન્ડ અથવા નાના વ્યવસાય) શોધી, મેસેજ અને ખરીદી કરી શકો."
મેસેજિંગ વિથ યોર સેલ્ફ: આ સુવિધાનો પરિચય મિત્રો અને કુટુંબીજનો ઉપરાંત મેસેજિંગ વ્યવસાયો માટે એક પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાન આપવાના કંપનીના વધતા પ્રયત્નો સાથે એકરુપ છે. ગયા વર્ષે સાઓ પાઉલોમાં મર્યાદિત અજમાયશ પછી, કંપનીએ હવે આ સુવિધાને સત્તાવાર રીતે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
વોટ્સએપ બિઝનેસ: WhatsAppએ ગુરુવારે યુઝર્સ માટે સારા એન્ડ ટુ એન્ડ કોમર્સ અનુભવ માટે નવી સુવિધાઓની જાહેરાત કરી છે. આનાથી તેમને તેમની મનપસંદ બ્રાન્ડ્સ સાથે જોડવામાં તેમજ પ્લેટફોર્મ પર નવી વસ્તુઓ શોધવામાં મદદ (WhatsApp End to End Commerce) મળશે. બ્રાઝિલમાં પ્રથમવાર વોટ્સએપ બિઝનેસ સમિટમાં માર્ક ઝકરબર્ગ મેટા CEO એ વાત કરી કે, કંપની લોકોને WhatsApp પર બિઝનેસમાંથી કંઈક શોધવા, મેસેજ કરવા અને ખરીદવામાં મદદ કરવા માટે શું બનાવી રહી છે તેના પર એક અપડેટ શેર કરી છે. મેટાના CEO માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, લોકો WhatsApp પર કેટેગરીની સૂચિ બ્રાઉઝ કરીને અથવા નામ લખીને બ્રાન્ડ અથવા નાના વ્યવસાયને શોધી શકે છે. આ લોકોને વેબસાઇટ્સ પરથી ફોન નંબર સર્ચ કરવાથી બચાવશે. --IANS