ETV Bharat / science-and-technology

વૈશ્વિક ઉપયોગ માટે NAVICને પ્રોત્સાહન આપો: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ISROને કહ્યું - વૈશ્વિક ઉપયોગ માટે NAVICને પ્રોત્સાહન આપો: વેંકૈયા નાયડુ

યુ.આર રાવ સેટેલાઇટ સેન્ટરના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ બુધવારે જણાવ્યું હતું કે, ભારત પાસે અવકાશ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે તેના પગલાને વિસ્તૃત કરવાની વિશાળ ક્ષમતા છે. તેમણે ISROને વૈશ્વિક ઉપયોગ માટે સ્વદેશી રીતે વિકસિત પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ NaVIC (PROMOTE NAVIC FOR GLOBAL USE )પર ભાર આપવા જણાવ્યું હતું.

વૈશ્વિક ઉપયોગ માટે NAVICને પ્રોત્સાહન આપો: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ISROને કહ્યું

author img

By

Published : Nov 18, 2021, 4:58 PM IST

  • વૈશ્વિક ઉપયોગ માટે NAVICને પ્રોત્સાહન આપો: વેંકૈયા નાયડુ
  • ભારતીય અવકાશ સંઘની શરૂઆત
  • 100થી વધુ અત્યાધુનિક ઉપગ્રહોનું નિર્માણ

બેંગલુરુ: ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ (VICE PRESIDENT VENKAIAH NAIDU)એ બુધવારે સૂચન કર્યું કે ISROએ વૈશ્વિક ઉપયોગ માટે સ્વદેશી રીતે વિકસિત પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ NaVIC (PROMOTE NAVIC FOR GLOBAL USE) પર ભાર આપવા જણાવ્યું હતું.

NAVIC સિસ્ટમના વિસ્તરણને સક્રિયપણે આગળ ધપાવે

યુ.આર રાવ સેટેલાઇટ સેન્ટરના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓને સંબોધતા, તેમણે NaVICની સ્થાપના અને કામગીરી કરવા માટે ISROની પ્રશંસા કરી અને તેને એક નોંધપાત્ર સિદ્ધિ ગણાવી હતી. તેઓ ઇચ્છતા હતા કે, ISRO આવરી લેવાયેલા ક્ષેત્રો, ઓફર કરવામાં આવતી સેવાઓ અને રાષ્ટ્રીય જરૂરિયાતોને પહોંચી વળવા તેના અસરકારક ઉપયોગના સંદર્ભમાં NAVIC સિસ્ટમના વિસ્તરણને સક્રિયપણે આગળ ધપાવે.

ભારતીય અવકાશ સંઘની શરૂઆત

ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર અને અવકાશ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનાવવા માટે મોટા પાયે યોગદાન આપવા માટે ભારતીય અવકાશ સંઘની શરૂઆત કરી. તેમણે ભારતીય ખાનગી સંસ્થાઓને અવકાશ-સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા સક્ષમ બનાવીને તેમની નેતૃત્વની ભૂમિકા માટે ISROની પ્રશંસા કરી. "

આ પણ વાંચો: ઝડપથી વિકસતી પ્રજાતિઓ લૂપ્ત થવાની શક્યતા વધારે: અભ્યાસ

100થી વધુ અત્યાધુનિક ઉપગ્રહોનું નિર્માણ

વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, વર્ષોથી, ISRO એ વિવિધ એપ્લિકેશનો માટે 100થી વધુ અત્યાધુનિક ઉપગ્રહોનું નિર્માણ કરીને અને PSLV અને GSLV જેવી ઓપરેશનલ લોન્ચ વ્હીકલ સિસ્ટમની સ્થાપના કરીને રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે" ઓપરેશનલ સેટેલાઇટ, વૈજ્ઞાનિક મિશન, એક્સપ્લોરરી મિશન અને ડીપ સ્પેસ મિશન પ્રદાન કરવાના તેના મિશનને અવિરતપણે આગળ ધપાવવા બદલ યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરની પ્રશંસા કરતાં, તેમણે નોંધ્યું કે ISROના 53 ઓપરેશનલ સેટેલાઇટ રાષ્ટ્રને મૂલ્યવાન સેવાઓ પૂરી પાડી રહ્યા છે, ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન, મી બ્રોડકાસ્ટિંગ જેવા ક્ષેત્રોમાં.

આ પણ વાંચો: ચીનની પ્રથમ મહિલા અવકાશયાત્રી પહોચી અવકાશમાં, રચ્યો ઇતિહાસ

શુક્ર ઓર્બિટર મિશન અને મંગળ પર ફોલો-ઓન મિશન

તેમણે એ વાતની પર પણ પ્રશંસા વ્યક્ત કરી કે, યુ.આર રાવ સેટેલાઇટ સેન્ટર IRNSS ઉપગ્રહોની આગામી પેઢી, ચંદ્રયાન-3 પર કામ કરી રહ્યું છે. જેમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ અને આગામી વર્ષ સુધીમાં સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1 મિશનનો સમાવેશ થશે. URSCની તેમની મુલાકાતને "ખરેખર યાદગાર" ગણાવતા, તેમણે કહ્યું કે તેઓ તેની ભાવિ યોજનાઓથી પ્રભાવિત થયા છે, જેમાં શુક્ર ઓર્બિટર મિશન અને મંગળ પર ફોલો-ઓન મિશનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ- થાવરચંદ ગેહલોત, ISROના અધ્યક્ષ ડૉ. કે. સિવાન, ડાયરેક્ટર- યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર- શંકરન, વૈજ્ઞાનિક સચિવ- ISRO ઉમામહેશ્વરન અને અન્ય હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.