સાન ફ્રાન્સિસ્કો: એલોન મસ્કે સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટર હેડક્વાર્ટરના રૂમને નાના બેડરૂમ (twitter staff bedroom)માં રૂપાંતરિત કર્યા છે. ફોર્બ્સના અહેવાલો અનુસાર બાકીના 'હાર્ડકોર' કર્મચારીઓ માટે ઓફિસમાં રાતવાસો (Small sleeping quarters) કરી શકે તે માટે પથારી તૈયાર કરવામાં આવી છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, સોમવારે જ્યારે કર્મચારીઓ ઓફિસમાં આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે, ઓફિસના કેટલાય રૂમ 'નાના સ્લીપિંગ ક્વાર્ટર'માં ફેરવાઈ ગયા છે.
-
It’s time to say goodbye.#RIPTwitter pic.twitter.com/LWF3ER6DgC
— M Taqi (@M_Taqiabbas110) November 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s time to say goodbye.#RIPTwitter pic.twitter.com/LWF3ER6DgC
— M Taqi (@M_Taqiabbas110) November 18, 2022It’s time to say goodbye.#RIPTwitter pic.twitter.com/LWF3ER6DgC
— M Taqi (@M_Taqiabbas110) November 18, 2022
બૈડરુમની ખાસિયત: બેડરૂમમાં 'નારંગી કાર્પેટ, લાકડાના બેડસાઇડ ટેબલ અને જે ક્વીન બેડ હોય તેવું લાગે છે. જેમાં ટેબલ લેમ્પ અનેે 2 ઑફિસ ખુરશીઓ છે. જે સારું કામ કરવાનું વાતાવરણ બનાવે છે. આ પગલા વિશે મસ્ક અથવા કંપની તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. જેના કારણે કર્મચારીઓને આશ્ચર્યની સાથે સાથે આઘાત પણ લાગ્યો હતો. અહેવાલમાં એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "તે સારો દેખાવ નથી. તે અનાદરની બીજી અસ્પષ્ટ નિશાની છે. ત્યાં કોઈ ચર્ચા નથી. ત્યાં પથારી દેખાઈ રહી હતી."
ફ્લોર પર સૂવાના અહેવાલો છે: સૂત્રોએ ફોર્બ્સને જણાવ્યું હતું કે, ટ્વિટર હેડક્વાર્ટરમાં કદાચ 'ફ્લોર દીઠ આવા 4થી 8 રૂમ' છે. "આનો અર્થ એ થશે કે, વધુ તીવ્રતા પર લાંબા સમય સુધી કામ કરવું. માત્ર અસાધારણ કામગીરીને પાસિંગ ગ્રેડ ગણવામાં આવશે." મસ્કે કર્મચારીઓને એક આંતરિક મેમોમાં લખ્યું હતું. મસ્કે અગાઉ કહ્યું હતું કે, તે અઠવાડિયામાં 120 કલાક કામ કરે છે અને ફ્લોર પર સૂઈ જાય છે.